મહિલાએ 7 કરોડમાં પણ ન વેચ્યું ઘર, બિલ્ડરે મજબૂર થઈને આ રીતે બનાવ્યો મોલ

PC: onthebright.com

અમેરિકામાં રહેવા વાળી એક મહિલાની જીદની આગળ બિલ્ડરનું એક પણ નહીં ચાલ્યું. મજબૂરીમાં બિલ્ડરે પોતાના શોપિંગ મોલના સપનાને પુરા કરવા માટે એક યુક્તિ અપનાવવી પડી. આ યુક્તિથી તેનો સપનાનો મોલ તો બની ગયો પરંતુ એવો નહીં બન્યો જેવો તે બનાવવા ઇચ્છતો હતો. રીપોર્ટ મુજબ વોશિંગ્ટનમાં એક નવો શોપિંગ મોલ બનાવવા માટે એક બિલ્ડર એક મહિલાના ઘરની જમીન ખરીદવા ઇચ્છતો હતો. જેના માટે તેણે આ વૃદ્ધ મહિલાને એક મિલિયન ડોલર એટલે કે આશરે 7 કરોડ રૂપિયા આપવા માટે કહ્યું હતું, પરંતુ મહિલાએ આ ઘર વેચવા માટે ચોખ્ખુ ના કહી દીધું હતું.

મોલ પરિસરની વચ્ચે આવી ગયું આ ઘર

Seattle Timesના રિપોર્ટ અનુસાર મહિલાએ આ ઘર આપવાનું ના કહ્યા બાદ બિલ્ડરે મજબૂરીવશ તેના ઘરની આસપાસ જ મોલ બનાવવો પડ્યો, જેને કારણે આ ઘર મોલના પરિસરમાં અલગ જ દેખાઈ આવતું હતું. અહીં તમને જણાવી દઈએ કે આ ઘટના 2006માં વોશિંગ્ટનના સિએટલમાં બની હતી, પરંતુ આની યાદ લોકોના મનમાં હજી પણ તાજા છે.  આ મહિલાનું ઘર ખૂબ મોંઘું નહિ હતું પરંતુ આ જગ્યા પર મોલ બનવાનો હતો આ માટેથી, બિલ્ડર દ્વારા મહિલાને 7 કરોડ રૂપિયા આપવાની ઓફર કરવામાં આવી હતી.

ડેવલપર્સ નવું શોપિંગ મોલ બનાવવા માટે આ વિસ્તારના બીજા ઘરો ખરીદી ચૂક્યા હતા. તેઓએ શરૂઆતમાં આ મહિલાને જમીનના 750,000 ડોલર એટલે કે 5,73,16,875 રૂપિયા ઓફર કર્યા હતા, ત્યાર પછી 84 વર્ષિય એડિથ મેસફિલ્ડને સમજાવવા માટે તેઓએ આ રકમને 1 મિલિયન ડોલર એટલે કે, લગભગ 7 કરોડ રૂપિયા સુધી વધારી દીધી હતી, પરંતુ એડિથ મેસફિલ્ડે પોતાનું ઘર વેચવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. એવામાં બિલ્ડરે મજબૂરીવશ તેના ઘરને છોડીને મોલ બનાવી દીધો. જેનું પરિણામ એ આવ્યું કે, હાલમાં પણ આ મહિલાનું ઘર પાંચ માળના મોલના કેમ્પસની બરોબર વચ્ચે ઉભેલું જોઈ શકાય છે.

દોસ્તીમાં છોડી દીધું હતું ઘર

એડિથ મેસફિલ્ડે વર્ષ 1952માં આ જમીન 3,750 ડોલર એટલે કે 2,86,637 રૂપિયામાં ખરીદી હતી અને આ જમીન ઉપર બનેલા ઘર સાથે તેને ખાસ લાગણીઓ હતી. જોકે ત્યારબાદ એડિથ મેસફિલ્ડની એ વ્યક્તિ સાથે દોસ્તી થઈ ગઈ જે વ્યકિત 2006માં મોલના નિર્માણનો કન્સ્ટ્રકશન મેનેજર હતો. આ મહિલા અને એ વ્યકિત બંને એટલા નજીક આવી ગયા કે, 2008માં જ્યારે એડિથ મેસફિલ્ડનું મૃત્યુ થયું તો તેણે પોતાનું ઘર તે વ્યકિત માટે છોડી દીધું, પરંતુ હવે જ્યારે માર્ટીન બેરોજગાર થઇ ગયો છે ત્યારે તેણે આ ઘરને વેચી દીધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp