લાઈફ કેવી રીતે જીવવી તે શીખવાડશે આ વૃદ્ધ લોકો

PC: youtube.com

કહેવામાં આવે છે કે ઉંમર વ્યક્તિને કંઈ પણ કરવા માટે નડતી નથી. ઘણા લોકો મોટી ઉંમરે પણ પોતાના સપનાઓને પૂરા કરતા હોય છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જે 100 વર્ષથી પણ વધુ ઉંમરના છે પરંતુ તેમની એનર્જી અને લાઈફ આજના યુવાનોને પણ હંફાવે તેવી હોય છે. તેમની લાઈફમાંથી આપણે ઘણું શીખવા મળી શકે તેમ છે. તો ચાલો જોઈ લઈએ દુનિયાના એવા જ કેટલાક વૃદ્ધ લોકોને જેઓ આજની તારીખે પણ તેમના સપનાઓને જીવી રહ્યા છે.

તાઓ પારચોન- લીન્ચ

એક યોગા માસ્ટર અને અવોર્ડ વિજેતા લેખક, 13મી ઓગષ્ટના રોજ 100 વર્ષના થશે. તેમણે 8 વર્ષની ઉંમરથી યોગા શીખવાનું શરૂ કર્યું હતું જે આજ દિન સુધી શીખવાડી રહ્યા છે. તેને દુનિયાની સૌથી વૃદ્ધ યોગા ટીચર તરીકે ઓળખવામાં આવે છે. તેનું કહેવું છે કે, કોઈ પણ વસ્તુ અશક્ય નથી, બધુ જ શક્ય છે. તમે રોજ સવારે ઉઠો તો પોતાને કહો કે આજનો દિવસ મારા જીવનનો બેસ્ટ દિવસ હશે.

માસાઝો નોનાકા

25 જુલાઈ, 1905ના રોજ જન્મેલો આ વ્યક્તિ આજે 112 વર્ષ અને 259 દિવસની ઉંમરનો છે. 112 વર્ષની ઉંમરે પણ તે સમાચાર વાંચે છે, સુમો રેસ્લિંગ જોઈ છે અને સમુરાઈ ડ્રામા જોય છે.

નાબી તાજીમા

4 ઓગષ્ટ, 1900માં જન્મેલા નાબી તાજીમા દુનિયાની સૌથી વધુ ઉંમરની મહિલા તરીકેનો રેકોર્ડ પોતાના નામ પર ધરાવે છે. આટલી મોટી ઉંમરે પણ તે રામેન નુડલ્સ, બીફ સ્ટુ અને રાઈસ શૂશી ખાય છે.

મસ્તાનમ્મા

આંધ્ર પ્રદેશની 106 વર્ષની મસ્તાનમ્મા વર્લ્ડની સૌથી મોટી યૂટ્યૂબર છે. તેની આ ચેનલ તેનો પૌત્ર કે લક્ષ્મણ સંભાળી રહ્યો છે. તે પોતાની કુકિંગ કળાથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. તેની ચેનલના 250000 જેટલા સબસ્ક્રાઈબર્સ છે અને જેમાં વધારો થઈ રહ્યો છે.

જીમ એરીંગટોન

સ્કિની બોન્સ તરીકે ઓળખાતા આ 84 વર્ષના વૃદ્ધ છેલ્લા 70 વર્ષથી બોડી બિલ્ડીંગ લીગમાં કામ કરી રહ્યા છે. આટલી ઉંમરે પણ તે પોતાની બોડીને હી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ ખાઈને મેઈન્ટેન કરે છે.

ફાજુઆ સિંહ

બ્રિટીશ શીખ 107 વર્ષની ઉંમરે પણ ભારતના સૌથી મોટી ઉંમરના મેરેથોન રનર તરીકે ઓળખાય છે. જેમને ટર્બન ટોર્નાડો, રનીંગ બાબા અને શીખ સુપરમેન તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગ્રેસ બ્રેટ

104 વર્ષની ગ્રેસ બ્રેટ દુનિયાની સૌથી વૃદ્ધ સ્ટ્રીટ આર્ટિસ્ટ છે, જે આજે પણ સ્કૉટલેન્ડની ગલીઓમાં પોતાનું આર્ટ ઘણી સારી રીતે લોકો સમક્ષ દર્શાવે છે.

ડૉ. બિલ ફ્રેનકલેન્ડ

દુનિયાના સૌથી વધારે અનુભવ ધરાવતા ડૉક્ટરને ગ્રાન્ડ ફાધર ઓફ એલર્જી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડૉક્ટરે એલેકઝેન્ડર ફ્લેમિંગ સાથે કામ કર્યું છે અને તેણે તેમને સદ્દામ હુસેનની સારવાર કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

વ્હાંગ ઓડ ઓગી

મારીયા ઓગી તરીકે ઓળખાતી આ ફિલીપીનો આર્ટિસ્ટ દુનિયાની સૌથી વધુ ઉંમરની ટેટ્ટુ આર્ટિસ્ટ છે, તેનો જન્મ 17 ફેબ્રુઆરી 1917માં થયો હતો અને તે 15 વર્ષની ઉંમરથી ટેટ્ટુનું કામ કરે છે.

ગોપાલ વાસુદેલ લેલે

82 વર્ષની ઉંમરે ગોપાલ વાસુદેવે હિમાલયની ગોદમાં આવેલું અને 15350 ફૂટ ઊંચાઈએ આવેલું રુપીન પાસ ક્રોસ કરીને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ ધરાવે છે. તેમણે 10 વખતની વધુ વાર હિમાલયામાં ટ્રેકિંગ કર્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp