ગર્લફ્રેન્ડને ડેટ પર લઈ જવું આ ભાઈને પડ્યું મોંઘુ, બિલ જોઈને થઈ ગયો રફુચક્કર

PC: hearstapps.com

પ્રેમી-પ્રેમિકા વચ્ચે ડેટ પર જવું સામાન્ય વાત છે અને હાલના ઈન્ટરનેટના સમયમાં યુવક-યુવતીઓ સમયાંતરે નવા નવા પાર્ટનર સાથે ડેટ પર જતા હોય છે. પરંતુ ચીનમાં એક છોકરાને તેની ગર્લફ્રેન્ડને ડેટ પર બોલાવવાનું ઘણું ભારી પડ્યું હતું. યુવકની ગર્લફ્રેન્ડ તેના 23 જેટલા મિત્રો અને સંબંધીઓને લઈને રેસ્ટોરન્ટમાં પહોંચી ગઈ હતી, જ્યાં યુવક માત્ર છોકરીની ડેટ પર રાહ જોઈ રહ્યો હતો.

પરંતુ પ્રેમિકાને ડેટ પર પોતાની સાથે 23 લોકોને સાથે લાવ્યા બાદ જ્યારે રેસ્ટોરન્ટનું બિલ ભરવાનું આવ્યું તો ભાઈ સાહેબ રેસ્ટોરન્ટમાંથી ફરાર થઈ ગયા હતા. અસલમાં ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં સોશિયલ મીડિયા અને ફોન દ્વારા એકબીજાની નજીક આવેલા આ કપલે એક બ્લાઈન્ડ ડેટનો પ્લાન બનાવ્યો હતો અને તેના માટે એક રેસ્ટોરન્ટ પસંદ કરી હતી. આ બંનેની પહેલી મુલાકાત હતી.

યુવક સમય કરતા પહેલા રેસ્ટોરન્ટ પહોંચી ગયો હતો અને પોતાની પ્રેમિકાને મળવાની તૈયારી કરવા લાગ્યો હતો. તેની પ્રેમિકા આવી તો ખરી પરંતુ તેની સાથએ બીજા 23 લોકોને પણ સાથે લઈને આવી હતી. શરૂઆતમાં તો બધુ સારું રહ્યું. બંનેએ એકબીજાને મળવાની સાથે ડીનર પણ કર્યું. પરંતુ જ્યારે રેસ્ટોરન્ટ તરફથી યુવકને બિલ આપવામાં આવ્યું તો તો જોઈને તેના હોશ ઉડી ગયા અને તે થોડીક વારમાં ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. અસલમાં રેસ્ટોન્ટે યુવકને 19800 યુઆન એટેલે કે બે લાખ 17 હજાર રૂપિયાનું બિલ આપ્યું હતું, જે તેણે ચૂકવવાનું હતું. આટલી મોટી રકમનું બિલ જોતા જ યુવકના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને તેણે ત્યાંથી ભાગી જવાનું મુનાસીબ સમજ્યું હતું.

આ ઘટના અંગે યુવતીએ કહ્યું હતું કે તે તેના પ્રેમીની ઉદારતા તપાસવા માટે જ તેના 23 મિત્રો અને સંબંધીઓને પોતાની સાથે ડેટ પર લઈને આવી હતી. યુવકના ફરાર થઈ જવાને લીધે છેલ્લે યુવતીએ 2 લાખ રૂપિયાથી વધુનું બિલ ચૂકવવું પડ્યું હતું. જો કે યુવતીએ યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પછી યુવક માત્ર 2 ટેબલનું બિલ ભરવા માટે તૈયાર થયો હતો. લો બોલો આ તો કેવું થયું બિચારા સાથે. લોકો પણ પોતાના પાર્ટનરે તપાસવા માટે કેવા ગતકડાં શોધતા હોય છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp