તમને લોકોને લાગતું હશે આ બસ એક સૂકાયેલું પાંદડું છે પણ એવું નથી, જુઓ વીડિયો

PC: twitter.com

ઘણીવાર તમે આવતા-જતા રસ્તા પર કે ખેતરમાં ઝાડના પાંદડા જોતા હશો, પરંતુ શું તમે ક્યારેય અનુભવ્યું છે કે તે નિર્જીવ પાંદડા પણ પતંગિયાની જેમ ઉડી શકે છે? થઈ ગયા ને આશ્ચર્યચકિત. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે લાખો લોકોને મૂંઝવણમાં મૂક્યા છે. પહેલા થોડી સેકન્ડ એ કોઈ વાતનો સંકેત નથી કે ફોટોમાં જમીન પર પડેલા સૂકા પાંદડાનો વીડિયો એક મિલિયનથી વધુ વખત જોવામાં આવી શકે છે. 10મી સેકન્ડ બાદ, જ્યારે કોઈ હાથ અચકાતા તેને સૂર્ય તરફ ખેંચે છે, ત્યારે દર્શકોને ખબર પડે છે કે તે સૂકું પાંદડું નહીં પણ પતંગિયું હતું.

કલીમા ઈનચસ ઉષ્ણકટિબંધીય એશિયા (ભારતથી જાપાન સુધી)માં જોવા મળતું એક પતંગિયું છે. તે છલાવરણ કરવાની અને સરળતાથી સૂકા પાંદડા હોવાનો ડોળ કરવાની ક્ષમતા માટે પ્રખ્યાત છે. વિડિયોને શેર કરવાવાળા ટ્વિટર યુઝર માસિમો (@Rainmaker1973) એ લખ્યું છે કે પાંખોના બંધ હોવાની સાથે, ઓરેન્જ ઓકલીફ ઘાટા નસો સાથે સૂકા પાંદડા જેવું દેખાય છે અને તે છેતરપિંડીનું એક શાનદાર અને સ્પષ્ટ ઉદાહરણ છે. સંશોધકોએ તાજેતરમાં શોધ્યું છે કે કોર્ટેક્સ નામનું જીન તેમના છલાવરણ માટે જવાબદાર છે, જે તે વાત પર વધારે પ્રકાશ આપે છે કે રૂપ બદલવાવાળું પતંગિયું કાવી રીતે વિકસિત થાય છે.

કદાચ આ આંખોને છેતરવાનું સૌથી પ્રખ્યાત ઉદાહરણ છે. કલીમા ઇનચસ બટરફ્લાય તેની પાંખો બંધ કરે તો તે સૂકા પાંદડા જેવું લાગે છે. ચીનના પેકિંગ યુનિવર્સિટીમાં એક બટરફ્લાય સંશોધક પ્રોફેસર અને વરિષ્ઠ લેખકે વેઇ ઝાંગે કહ્યું કે, બટરફ્લાયની પાંખો પ્રમાણમાં સરળ રચનાઓ હોય છે, પરંતુ આ સરળ રચનાઓ કેટલાક ખૂબ જ જટિલ કાર્યો કરી શકે છે. જેમ કે ઝડપી હરકતમાં આવવું, થર્મોરેગ્યુલેશન, મેટ પ્રિફરેંસ અને શિકારીથી પોતાનો બચાવ કરવો. સંશોધન હાથ ધરનાર પ્રોફેસરે જણાવ્યું હતું કે, આ પાંખો માળખાકીય રીતે સરળ પરંતુ કાર્યાત્મક રીતે જટિલ છે, મને લાગે છે કે બટરફ્લાય પાંખો ઘણા વિકાસવાદી પ્રશ્નોના ઉકેલ માટે આદર્શ સિસ્ટમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp