રૂમનું સમારકામ કરતા કપલને મળ્યો 10 ફૂટ ઊંડો કૂવો, અંદર જોયું તો...

PC: msn.com

એક કપલે પહેલી વખત પોતાના માટે ઘર ખરીદ્યું છે. જ્યારે તેઓ અંદર ગયા તો એવી વસ્તુ દેખાઈ, ત્યારબાદ તેઓ હેરાનીમાં પડી ગયા. તેમને પોતાના રૂમના સમારકામમાં એક 10 ફૂટ ઊંડો કૂવો મળ્યો. 28 વર્ષીય શાનિયા લોયડ પોતાના 25 વર્ષીય પતિ રોસ બેનેટ સાથે ઘરમાં આવી, જે તેમણે ખરીદ્યું છે. આ ઘર તેમણે 1.99 કરોડ રૂપિયામાં નવેમ્બરમાં ખરીદ્યું હતું. જ્યારે તેઓ ફર્શનું સમારકામ કરાવી રહ્યા હતા, ત્યારે તેમને એવી વસ્તુ દેખાઈ, જેનાથી આંખો ફાટેલી જ રહી ગઈ. તેમને ઈંટોથી બનેલો ઊંડો કૂવો નજરે પડ્યો.

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, પોસ્ટલ વર્કરનું કામ કરનારી લોયડનું કહેવું છે કે અમારો દિવસ ખૂબ વ્યસ્ત હતો અને રાતના 10 વાગ્યે અમને યાદ આવ્યું કે પ્લંબર આવી રહ્યો છે અને અમારે સવાર સુધીમાં ફર્શ બોર્ડને સાફ કરવાનું છે. આ કામ રોસે કરવાનું હતું. ત્યારે તેણે અચાનક બૂમો પાડવાની શરૂ કરી દીધી. તેણે ઈંટોથી બનેલું એક સર્કલ જોયું, તેની અંદર માત્ર ને માત્ર અંધારું હતું. પછી તેણે તેની અંદર ટૉર્ચની મદદથી જોવાનું શરૂ કર્યું. તેમને લાગ્યું કે, અંદર કોઈ ખજાનો છે. તે તેને જોવા માટે ઉતર્યો અને મને લાગી રહ્યું હતું કે તે ગાંડપણ કરી રહ્યા છે.

જ્યારે કપલે એ કૂવા પાછળના ઇતિહાસને જાણવાનો પ્રયાસ કર્યો તો તેમને ખબર પડી કે તેમનું 2 રૂમનું મકાન એ જમીન પર બન્યું છે, જેને પહેલા ખેતી માટે ઉપયોગ કરવામાં આવતું હતું, ઘરનું સમારકામ 1960ના દશક બાદ થયું નથી. આ કારણે કપલે ઘરનું સમારકામ કરાવવાનું વિચાર્યું. ઇલેક્ટ્રિશિયનનું કામ કરનાર રોસ કૂવાની અંદર ગયો. તેની સપાટી પર ચીકણી માટી હતી. જ્યારે તેણે ખોદકામ કર્યું તો અંદરથી પાણી નીકળવા લાગ્યું, જેથી ખબર પડે છે કે આ કૂવો આજે પણ કામ કરે છે. તેને બાદમાં કવર કરી દેવામાં આવ્યો. હવે કપલ તેમાં લાઇટ્સ લગાવવાનું વિચારી રાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp