વારંવાર ફોન ચેક કરતા લોકો કામો અધૂરા છોડી દેતા હોય છે, તેમનામાં...

PC: khabarchhe.com

દરેક સમયે હાથમાં સ્માર્ટફોન હવે સામાન્ય બાબત બની ગયું છે. દરેક ઉંમરના લોકોનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ફોનને વારંવાર ચેક કરવું એ સ્ક્રીન ટાઈમ વધારવા જેટલું જ જોખમી છે. બ્રિટિશ જર્નલ ઑફ સાઈકોલોજીમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વારંવાર ફોન ચેક કરવાથી રોજિંદા જીવનમાં નાની નાની સમસ્યાઓને સમજવા અને તેના ઉકેલવાની ક્ષમતાને ઓછી ફોન ચેક કરવાની આદત વધવાની સાથે જ આપણો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો અભિગમ નબળો પડવા લાગે છે.

સાથે જ રિસર્ચમાં આ પણ જાણવા મળ્યું છે કે હવે લોકો નાની-નાની સમસ્યાઓથી ધ્યાન હટાવવા માટે ફોન ઉપાડતા હોય છે. કંટાળાને દૂર કરવા કે સમય પસાર કરવા માટે તેઓ પોતાના સ્માર્ટફોન ચેક કરતા રહે છે. આના કારણે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટી જાય છે અને વ્યક્તિ કોઈ પણ કાર્ય પૂર્ણ કરી શકતો નથી. મન ભટકે છે અને વાતો ભૂલાઈ જાય છે. સિંગાપોર મેનેજમેન્ટ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસર અને આ રિસર્ચના મુખ્ય સંશોધક એન્ડ્રી હેરટેન્ટો કહે છે સ્માર્ટફોને વિશ્વભરની માહિતી મેળવવાની અને વાતચીત કરવાની રીત બદલી નાખી છે.

ઘણી વખત આપણને ખ્યાલ પણ નથી આવતો કે આપણે જરૂર વગર પણ આપણો સ્માર્ટફોન ચેક કરી રહ્યા છીએ. તેઓ કહે છે કે આ અભ્યાસ માટે સિંગાપોરની એક યુનિવર્સિટીના આઈફોનનો ઉપયોગ કરતા 181 લોકોને પસંદ કરવામાં આવ્યા હતા.

સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગને કારણે આંખની રોશની પણ જતી રહે છે. આની સૌથી વધુ અસર બાળકોને થઈ રહી છે. જેના કારણે આંખના રોગો જેમ કે માયોપિયા અને એસ્થેનોપિયા થઈ રહ્યા છે. જર્નલ ઑફ મેડિકલ ઈન્ટરનેટ રિસર્ચમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ 2050 સુધીમાં વિશ્વભરમાં 5–8 વર્ષની વયના 49.8% બાળકો માયોપિયાનો શિકાર થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp