ઘરે આવેલી નવવધુને સાસૂએ સિક્કાથી તોલી અને આપ્યું આ સરપ્રાઇઝ ગિફ્ટ

PC: aajtak.in

મોટાભાગના કિસ્સામાં સાસુ-વહુના ઝગડાની જ વાત સામે આવતી હોય છે, પરંતુ રાજસ્થાનમાં એક સાસુએ પહેલીવાર ઘર આવેલી વહુનુ એવી રીતે  સન્માન કર્યું કે લોકોએ પ્રસંશા કરવા માંડી. સાસુએ ઘરે આવેલી નવોઢાને મૂંહ દિખાઇના રિવાજમાં ત્રાજવામાં સિક્કાથી તોલીને સરપ્રાઇઝ ગિફ્ટ આપી. સાસરામાં પગ મુકતાની સાથે આટલું બધું સન્માન મળતા વહુનો ચહેરો ખીલી ઉઠ્યો હતો.

રાજસ્થાનના ઝુંઝુનૂમાં એક સાસુંએ પોતાની વહુ સામે એવી મિશાલ રજૂ કરી છે કે તેની ચારેકોર પ્રસંશા થઇ રહી છે. ઝુંઝુનૂના મહતી ઢાણી ગામમાં રહેતી એક સાસુએ પોતાની વહુને મૂંહ દિખાઇમાં સિક્કાથી તોલી હતી. આ દ્રશ્ય રાજસ્થાનના રૂઢિચુસ્ત પ્રદેશમાં રહેતા લોકો માટે નવાઇભરી હતી. ત્રાજવામાં રાખેલા સિક્કાનું વજન 60 કિલો હતું. ત્રાજવામાં રાખેલા સિક્કા વહુને સોંપી દેવામાં આવ્યા હતા.

સાસુ કવિતાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, દુનિયાએ પ્રગતિ કરી છે, પરંતુ સમાજમાં વહુ- દિકરીઓ માટેની વિચારધારમાં કોઇ ખાસ બદલાવ આવ્યો નથી. કવિતાએ કહ્યું કે મારું માનવું છે ક દિકરી ઘરની શક્તિ હોય છે તો વહુ ઘરની લક્ષ્મી હોય છે. દિકરી અને વહુ બનેં વિના ઘરની ખુશી સંભવ નથી. એટલે અમારી વહુના આગમન માટે અમે અલગ પહેલ કરવાનું વિચાર્યું હતુ.

વહુ પુનમે કહ્યું હતું કે સાસરામાં આવતાની સાથે જ આટલું સન્માન મળ્યું તેને કારણે બેહદ ખુશ છું. પુનમે કહ્યું કે પૈસા મહત્ત્વના નથી, પરંતુ જયારે મને સિક્કાથી તોલવામાં આવી રહી હતી ત્યારે આખો પરિવાર મારી સાથે ઉભો હતો એ ક્ષણ મને જિંદગીની સર્વશ્રેષ્ઠ ક્ષણ લાગી. સાસરાંમાં પગ મુકતાની સાથે સન્માન મળવાથી ઘણું સારી અનુભુતિ થઇ. પુનમે કહ્યું કે હું કોશિશ કરી કે આખા પરિવારને જોડીને રાખી શકું.

  ઝુંઝુનૂમાં આ પહેલાં એક અન્ય સાસુએ વહુના ઘર પ્રવેશ પ્રસંગે 13 લાખ રૂપિયાની લકઝરી કાર ગિફ્ટમાં આપી હતી એ કિસ્સો પણ ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો.

ઝુંઝૂનૂના મહતી ઢાણી ગામમમાં રહેતા કવિતા નામના સાસુએ જે પહેલ કરી તે ખરેખર પ્રસંશાને પાત્ર છે. જો બધી સાસુઓ પિયર છોડીને આવેલી વહુને લક્ષ્મીનું રૂપ સમજવા માડે તો ઘણી બધી સમસ્યાઓનું નિવારણ થઇ શકે. ઘર હોય તો મતભેદો હોય શકે, પરંતુ સન્માન મળે તો ઝગડા આપોઆપ ઓછા થઇ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp