આ મશીન ભારતમાં બનાવી દો, આનંદ મહિન્દ્રા કરશે રોકાણ

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વાયરલ વીડિયો મૂકતા રહે છે અને ઘણીવાર તેઓ મદદ પણ કરે છે. ખાસ કરીને તેમને કોઈ નવીન આવિષ્કાર દેખાઈ જાય તો તેઓ સોશિયલ મીડિયા પર જ પોસ્ટ મૂકીને તે વ્યક્તિની મદદ કરવાની જાહેરાત કરી દે છે. હાલમાં જ તેમણે એક વીડિયો પોતાના ટ્વીટર પર શેર કર્યો છે અને તેમાં એક મશીનનો વીડિયો છે, આ મશીન બનાવનારની જિંદગી આનંદ મહિન્દ્રા બનાવી દેવાના છે.

તેમણે જે વીડિયો શેર કર્યો તેમાં એક મશીન જોવા મળી રહ્યું છે, જે નદીમાંથી કચરો કાઢીને નદીને સાફ કરી રહ્યું છે. કમાલની વાત એ છે કે આ મશીન એની જાતે જ નદીમાંથી કચરો કાઢી રહ્યું છે. આ મશીનને કોઈ ઓપરેટ નથી કરી રહ્યું અને ખૂબ સરસ રીતે આ મશીન નદીમાંથી કચરો કાઢી રહી છે, જે આનંદ મહિન્દ્રાને ખૂબ ગમ્યું છે. આ મશીનને જોઈને આનંદ મહિન્દ્રા ખુશ પણ છે અને દુખી પણ, કારણ કે આ મશીન ઈન્ડિયન નથી. મશીન પર જે શબ્દો લખ્યા છે, તેના પરથી આ મશીન ચાઈનીઝ હોય એવું લાગે છે.

તેમણે આ વીડિયો શેર કરી ને લખ્યું હતું કે, આપણે આને બનાવવાની જરૂર છે. અહિયા જ અને હમણા ને હમણા

કોઈ સ્ટાર્ટઅપ આવું કરે છે તો હું રોકાણ કરવા તૈયાર છું. એટલે આનંદ મહિન્દ્રાએ વીડિયોમાં આઇડિયા પણ આપી દીધો છે અને તેને બનાવશો તો પૈસા પણ આપશે તેવી જાહેરાત કરી દીધી છે તો એન્જિનિયરો કામે લાગી જાવ.

આ વીડિયોને હિસ્ટોરિક વીડ્સ નામના અકાઉન્ટથી 1 ફેબ્રુઆરીના રોજ શેર કરવામાં આવ્યો હતો, જેને 4 કરોડ વાર જોવાઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp