ઉચ્ચ પોલીસ અધિકારી લગ્ન પછી પોતાની દુલ્હનને પૂજા માટે સાયકલ પર બેસાડી લઇ ગયા

PC: aajtak.in

મધ્ય પ્રદેશના નિવાડી જિલ્લામાં એક લગ્ન ખુબ ચર્ચાનો  વિષય બન્યો છે. વાત એમ બની છે કે પોલીસ અધિકારી સંતોષ પટેલે દેશી સ્ટાઇલમાં સાયકલ પર બેસાડીને પોતાની નવી નવેલી દુલ્હનને દેવી દેવતાઓની પુજા માટે લઇ ગયા હતા. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને તેની ખુબ ચર્ચા પણ ચાલી રહી છે.

 મધ્ય પ્રદેશના પૃથ્વીપુરના સબ ડિવિઝનલ પોલીસ ઓફીસર (SDOP)સંતોષ પટેલ હમેંશા તેમના નવા વિચારોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. થોડા દિવસ પહેલાં એક વેપારીની કાર બંધ પડી હતી તો પોલીસ ગાડી સાથે વેપારીની કાર દોરડાથી બાંધીને તેમને ઘર સુધી મુકી આવ્યા હતા. હવે તેમણે પોતાની નવવધુને સાયકલ પર લઇ જતા હોય તેવા વીડિયોને કારણે ચર્ચામાં છે.

SDOP સંતોષ પટેલે ખુબ સાદાઇથી અને હિંદુ રિતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. પટેલે કહ્યુ હતું કે પ્રદુષણને રોકવા માટે તેઓ ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા છે. એને કારણે કારને બદલે સાયકલ પર જ પત્નીને બેસાડીને ગામમાં દાદા-દાદીના ચબુતરા પર પુજા કરવા માટે ગયા હતા. તેમના આ પ્રયાસના ચારેકોર વખાણ થઇ રહ્યા છે. પોલીસમાં ઉંચા હોદ્દા પર હોવા છતા તેઓ આધુનિકતાને બદલે દેશી અંદાજમાં પરિણયના બંધનમાં બંધાયા હતા.

 મધ્ય પ્રદેશના પન્નામાં જન્મેલા સંતોષ પટેલના 29 નવેમ્બરે ગહરાવન ગામમાં રહેતી રોશની સાથે લગ્ન સંપન્ના થયા હતા. લગ્નની બધી વિધિઓ એકદમ સાદાઇથી કરવામાં આવી હતી અને દુલ્હા-દુલ્હનને લાવવા લઇ જવા માટે કારને બદલે પાલખીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અનોખા લગ્નમાં લોકોને હજારો જૂની સંસ્કૃતિની એક ઝલક દેખાઇ હતી.

 એક ઉચ્ચ પોલીસ અધિકારી કક્ષાનો વ્યકિત પોતાની નવવધુને આ રીતે સાયકલ પર બેસાડીને નિકળ્યા હતા તે જોઇને લોકો અચંબામાં મુકાઇ ગયા હતા. સંતોષ પટેલે પોતાના લગ્ન અને પુજાની તસ્વીરો ફેસબુક પર પોતાના એકાઉન્ટ પર શેર કરી છે.

 આ પહેલાં પણ SDOP સંતોષ પટેલ  ચર્ચામાં આવ્યા હતા,જયારે તેઓ અંધારા જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક મારુતી ઉભેલી જોઇ હતી. તપાસ કરતા ખબર પડી કે એક કાપડનો વેપારી જંગલમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે કારમાં ગેસ ખલાસ થઇ જતા કાર બંધ પડી ગઇ હતી. સંતોષ પટેલે પોલીસ ગાડી સાથે દોરડું બાંધીને વેપારીની કાર ઘર સુધી પહોંચાડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp