દુકાનદાર ચાઉમીનને કરાવવા લાગ્યો ગંગા સ્નાન, વીડિયો જોઈને ચકિત રહી ગઈ પબ્લિક

PC: instagram.com/___mr.mishra_je

લોકો સ્ટ્રીટ ફૂડ્સમાં નૂડલ્સ ખૂબ પસંદ કરે છે. બાળકો અને મોટા બંનેને નૂડલ્સ ખવાનું ખૂબ પસંદ આવે છે. જો કે તેઓ જાણે છે કે નૂડલ્સ સ્વાસ્થ્ય માટે સારા નથી હોતા છતા, તેઓ ટેસ્ટ આગળ હેલ્થને કિનારે કરીને નૂડલ્સના સ્વાદનો લુપ્ત ઉઠાવે છે. તો હાલના દિવસોમાં નૂડલ્સ સાથે જોડાયેલો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ નૂડલ્સ પસંદ કરનાર લોકો તેને ખાવા અગાઉ સો વખત વિચાર કરશે.

ફાસ્ટ ફૂડ સેન્ટરમાં નૂડલ્સ પણ સૌથી વધુ વેંચાતા ખાદ્ય પદાર્થોમાંથી એક છે. ચીનથી આવેલા આ નૂડલ્સ દરેકને પસંદ આવે છે. મેગી અને યિપ્પી જેવા બ્રાન્ડેડ નૂડલ્સ વિરુદ્ધ દેશી પ્રકારે બનાવવામાં આવી રહેલા નૂડલ્સ લોકોને ખૂબ પસંદ આવે છે. તેમને ચાઉમીન નૂડલ્સ કહેવામાં આવે છે. હાલના દિવસોમાં વાયરલ થઈ રહેલા વીડિયો પર ધ્યાન આપીએ તો કેટલાક લોકોને નદીના કિનારે જોઈ શકાય છે. એક વ્યક્તિ નદીમાં ઉતરે છે અને હાથોમાં પ્લાસ્ટિકની કેરેટ લઈને તેને પાણીમાં ડૂબાડે છે.

એ કેરેટમાં શું છે એ પહેલા તો સમજ પડતી નથી અને જ્યારે તે કેરેટને 3 વખત પાણીમાં ડૂબાડે છે અને બહાર કાઢે છે તો રંધાઈ ગયેલા નૂડલ્સ ટોપલાના કાણામાંથી બહાર નીકળેલા નજરે પડે છે. એમ લાગી રહ્યું છે કે કદાચ દૂકાનદારે નૂડલ્સને બનાવ્યા બાદ ઠંડા પાણીમાં નાખીને ચોંટતા રોકવાના ઇરાદે એમ કર્યું. એ હજુ પણ  ચોંકાવનારી વાત હતી કે આસપાસ એટલા બધા લોકોમાં કોઈને તેની ચિંતા નહોતી.

એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો અને એ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ હેરાન છે. વીડિયો જોતા જ લોકોએ તેના પર કમેન્ટ કરવાની શરૂઆત કરી દીધી છે. એક વ્યક્તિએ વ્યંગ કરતા કહ્યું કે, આ વ્યક્તિ નૂડલ્સને ગંગા સ્નાન કરાવી રહ્યો છે. તો એક અન્ય વ્યક્તિએ કમેન્ટ કરતા લખ્યું કે, સ્ટ્રીટ વેન્ડરોની પોતાના ભોજનની તૈયારીમાં ખૂબ અનહેલ્ધી હોય છે. એક અન્ય કમેન્ટમાં લખ્યું વહેતું પાણી હંમેશાં ચોખ્ખું રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp