એક જમાનામાં આર્મીમાં હતી WAR HERO, આજે બની ગઇ સેક્સ વર્કર

PC: thesun.co.uk

બ્રિટનની એક મહિલા જે એક જમાનામાં સરહદો પર સેવા આપતી હતી, અફઘાન-ઇરાક જેવા યુદ્ધોમાં ભાગ લેતી હતી જે આજે એક સેક્સ વર્કર બની ગઇ છે.દેશ સેવામાં ખુપી જવાના આ મહિલાના સપના રોળાઇ ગયા છે.

એક મહિલા WAR HERO યુદ્ધની ભયાનકતાથી આઘાત પામી હતી. જે બાદ તેને સેનામાંથી રજા આપવામાં આવી હતી. હવે આ વોર હીરો સેક્સ વર્કર તરીકે કામ કરી રહી છે. અફઘાનિસ્તાન અને ઈરાકમાં ફરજ બજાવી ચૂકેલી મહિલા સૈનિકને ડિપ્રેશનના કારણે રજા આપવામાં આવી હતી. હવે તેણે કહ્યું, મને સેના પ્રત્યે ગુસ્સો છે. મને લાગ્યું કે હું તેમના માટે માત્ર એક નંબર હતી. આ 35 વર્ષની મહિલાનું નામ ગ્રેસ પાર્કર છે. તેણીએ બ્રિટિશ આર્મીમાં સેવા આપી છે. તેણે ઈરાક અને અફઘાનિસ્તાનના યુદ્ધમાં પણ સામેલ હતી.


 2019 માં, ગ્રેસ પાર્કરનેપોસ્ટટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર(PTSD)અને ડિપ્રેશન) થી પીડિત થયા પછી મેડિકલી ડિસ્ચાર્જ કરી દેવામાં આવી હતી. આ દરમ્યાન તે પુરી રીતે તુટી ગઇ હતી અને બેઘર થઇ ગઇ હતી.

બ્રિટનના અખબાર The Sun સાથેની વાતચીતમાં ગ્રેસે કહ્યું, હું કોઈને દોષ નથી આપતી. આ મારી પોતાની પસંદગી છે. પરંતુ જ્યારે મને રજા આપવામાં આવી ત્યારે તે સમયે મને સેના પ્રત્યે ગુસ્સો આવ્યો હતો. મને લાગ્યું કે હું માત્ર એક નંબર છું. રોયલ એન્જિનિયર્સ વિભાગમાં ઘણી સ્ત્રીઓ ન હતી. મેં ઘણું હાંસલ કર્યું, પરંતુ મને સમજાયું કે હું કંઈ નથી.

UKના શેફિલ્ડની રહેવાસી ગ્રેસએ આર્મીમાં 14 વર્ષ વિતાવ્યા છે. આ દરમ્યાન તેને બેસ્ટ રિક્રૂટનો એવોર્ડ પણ મળ્યો હતો. તે ઇરાકમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન શેડરનો પણ એક ભાગ હતી. ત્યારબાદ રોયલ એન્જીનીયર્સ સાથેના તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે તેમને પ્રસંશા પણ મળી હતી.

ગ્રેસનું 2009માંપોસ્ટિંગ અફઘાનિસ્તાનમાં થયું હતું. આ સમય દરમ્યાન તે એક કેમ્પમાં હતી જ્યાં સામાન્ય રીતે જેહાદીઓ હુમલો કરતા હતા. તે ત્યાં 6 મહિના રહી. ગ્રેસે કહ્યું,મને વર્ષ 2019માં મંજૂરી આપવામાં આવી હતી. મને પૂરા આદર સાથે મેડિકલ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

ગ્રેસ પાર્કરે પોતાની આપવીતી વર્ણવતા આગળ કહ્યુ કે,આ પછી મારા લગ્ન પણ તૂટી ગયા. અને હું એકલી પડી ગઈ હતી.  ગ્રેસે કહ્યું, તે પછી તેને એક હોટલમાં નોકરી મળી અને તેણે નર્સિંગનો અભ્યાસ શરૂ કર્યો. પરંતુ કોવિડ દરમિયાન તે તેની માતા સાથે રહેવા ગઈ હતી.


ગ્રેસે કહ્યું, હું ખૂબ જ પરેશાન હતી અને મને ખબર ન હતી કે શું કરવું. મને પૈસાની જરૂર હતી. હું મજબૂરીમાં સેક્સ વર્કર બની, પહેલા એક ડેટિંગ સાઇટ પર એક પુરુષે મને તેના માટે પૂછ્યું અને મેં હા પાડી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp