પુરુષ સાથે લગ્ન નથી કરી રહી આ મહિલા, સાયન્સનો સહારો લઈને પૂરી કરશે પતિની ઉણપ

PC: firstpost.com

લગ્ન કરવાનો નિર્ણય સરળ હોતો નથી. જીવન સાથીની પસંદગી માટે લોકો તમામ પ્રકારના પ્રયાસો કરે છે. જો કે, સમયમાં ટેક્નિક, ખાસ કરીને મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગે આ મામલે ઘણું બધુ પરિવર્તન લાવી દીધું છે, પરંતુ કદાચ તમે જાણતા નથી કે દુનિયામાં બદલાવ તેનાથી પણ ખૂબ આગળ ચાલી રહ્યા છે. સ્પેનની એક પરફોર્મિંગ આર્ટિસ્ટે પોતાનો જીવન સાથી એક પુરુષની જગ્યાએ AIથી બનેલા એક હોલોગ્રામને પસંદ કરવાનો નિર્ણય લીધો છે અને તે તેની સાથે રીત સરના લગ્ન કરવા જઇ રહી છે.

એલિસિયા ફ્રેમિસ નામની આ મહિલાનો થનારો પતિ એક ડિજિટલ ઉત્પાદન છે જેને હોલોગ્રાફિક ટેક્નિક અને મશીન લર્નિંગથી બનાવવામાં આવ્યો છે. આ પ્રકારે ફ્રેમિસ પહેલી એવી મહિલા બનવા જઇ રહી છે જે કોઈ AIથી બનેલી ડિજિટલ વસ્તુ સાથે લગ્ન કરશે. તેને ભવિષ્યની રિલેશનશિપ અને લગ્નોની ઝલક તરીકે જોવામાં આવી રહ્યું છે. જો તમને એ મજાક લાગી રહ્યું છે તો અમે તમને બતાવી દઈએ કે ફ્રેમિસ પહેલા જ લગ્નની જગ્યા બુક કરી રહી છે અને તે પોતાની વેડિંગ ડ્રેસને પણ ડિઝાઈન કરી રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by @hybridcouples

તેનો થનારો પતિનું નામ આઇલેક્સ છે જેને તેના જૂના સાથીઓની પ્રોફાઇલ્સની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એક તરફ ટેક્નિકની દુનિયામાં OTTથી લઈને જીમેલ બધુ પર્સનલાઇઝ્ડ થઈ ગયું છે. આ વાતની સંભાવના પણ વધતી જઇ રહી છે કે લોકો અસલી માણસો સાથે તાલમેળ બનાવવાની જગ્યાએ શરૂઆતથી જ પોતાનો સાથી બનાવવાની સંભાવનાને પસંદ કરી રહ્યા છે. ફ્રેમિસના લગ્ન રોમાન્ટિક નથી. તેનો પાર્ટનર એક પ્રોજેક્ટ હાઇબ્રીડ કપલનો હિસ્સો છે, જેના માધ્યમથી તે પોતાના પ્રેમ અને અંતરંગતા સાથે પ્રયોગ કરવા માગે છે.

ફ્રેમિસે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીર અને વીડિયો શેર કર્યા છે, જેમાં તે પોતાના થનાર જીવન સાથી સાથે કૂકિંગ અને ડાઈનિંગ જેવા રોજિંદા કામ કરી રહી છે. તેનું કહેવું છે કે હોલોગ્રામ અને રોબોટ સાથે પ્રેમ એક અટલ સત્ય થઈ ચૂક્યો છે. તે એક શાનદાર સાથી હોય છે જે તમારી ભાવનાઓને સમજી શકે છે. જે પ્રકારે ફોન આપણી એકલતાને સમાપ્ત કરી છે. હોલોગ્રામી તેને આગળ વધારશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp