સંઘર્ષની કહાની: મોટા ભાઈઓએ પથ્થરો તોડીને નાના ભાઈને બનાવ્યો શિક્ષક

PC: telegraphindia.com

કહેવાય છે ને કે મુશ્કેલીઓ માણસની પરીક્ષાઓ લે છે. આ મુશ્કેલીઓનો સામનો કરનાર વ્યક્તિ જ સફળતાનો સ્વાદ ચાંખી શકે છે. એવું જ કંઈક કરી દેખાડ્યું છે બાડમેરમાં કાલબેલિયા સમાજના એક યુવાન મીઠારામે. બાળપણમાં જ મા-બાપની છત્રછાયા ગુમાવી દીધા બાદ વિપરીત પરિસ્થિતિમાં ભણતર ચાલુ રાખનાર આ યુવાન હવે શિક્ષક બનીને યુવા પેઢીને શિક્ષિત કરતો જોવા મળશે. મીઠારામને આ લક્ષ્ય સુધી પહોંચાડવા માટે તેના બંને ભાઈઓએ પથ્થરો તોડ્યા અને આકરા તાપમાં મજૂરી કરી પરંતુ નાના ભાઈનું ભણતર અટકવા નહીં દીધું. મીઠારામ કાલબેલિયા સમાજ માટે એક પ્રેરણા બનીને ઉભર્યો છે. જે સામાજિક બદલાવની નવી દિશા તરફનો સંકેત કરી રહ્યો છે.

આમ તો કાલબેલિયા જાતિનું નામ સાંભળતા જ મનમાં એક તસવીર આવી જાય છે કે કાનમાં કુંડળ, હાથમાં તથા ગળામાં રુદ્રાક્ષની માળા અને ભગવા વસ્ત્ર ધારણ કરેલી વ્યક્તિ પરંતુ આ તસ્વીરને બદલવા માટે કાલબેલિયા જાતિના મીઠારામે ઈતિહાસ રચી દીધો છે. મીઠારામે પરંપરાઓને તોડીને નવો ઈતિહાસ બનાવી દીધો છે. આ પહેલા મીઠારામના મોટા ભાઈ પ્રેમનાથની પોલીસ ઉપ નીરિક્ષક તરીકે પસંદગી થઈ હતી.

મીઠારામ જણાવે છે કે કઠિન પરિસ્થિતિઓ પછી તેણે આ લક્ષ્ય હાંસલ કર્યું છે. તેમના પરિવારની પાસે રોજગાર નહીં હતો. ઘરમાંથી ભાગીને ભિયાડ આવી મજૂરી કરી અને પોતાનું ભણતર ચાલુ રાખ્યું. મીઠારામે બાળપણથી જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. ઘરમાં કોઈ કમાનારું ન હતું. માતા પર પુત્રોની જવાબદારી આવી ગઈ હતી. 9 વર્ષ પછી માતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધી હતી.

તેના પરિવારની જવાબદારી મોટા ભાઈ ખમિશનાથ અને કિશનનાથના ખભા પર આવી હતી. જેસલમેર તેમના આ ગામમાં કોઈ રોજગાર નહીં હોવાના લીધે પરિવાર ગામ છોડીને બાડમેરના શિવ વિસ્તાર સ્થિત ભિયાડ ગામમાં આવીને રહેવા લાગ્યો હતો. મોટા ભાઈઓ ખમિશનાથ અને કિશનનાથે દિવસ રાત પથ્થર તોડીને નાના ભાઈઓનું ભણતર ચાલું રાખ્યું. પરંતુ તેનાથી ઘરની જવાબદારીઓ પૂરી થતી ન હતી. આથી જીવરાજ સિંહ ભિયાડે આખા પરિવારને પોતાના ટ્યૂબવેલના કામ માટે રાખી લીધો.

કોઈ વખત પૈસાની જરૂર પડી તો તેમણે તેમને મદદ પણ  કરી. બંને ભાઈઓએ મહેનત મજૂરી કરીને નાના ભાઈઓનું ભણતર ચાલુ રાખ્યું અને લાંબા સંઘર્ષ પછી એક ભાઈ પ્રેમનાથ સબ ઈન્સપેક્ટર બની ગયો તો સૌથી નાનો ભાઈ મીઠારામને હાલમાં જ પ્રાઈમરી ટીચર તરીકેની નોકરી મળી છે. શિક્ષણમાં પાછળ એવા કાલબેલિયા સમાજના યુવાનોએ વિપરીત પરિસ્થિતિઓમાં નવી ઓળખ બનાવીને સમાજનું નામ રોશન કર્યું છે. પથ્થર તોડતા તોડતા મોટા ભાઈઓની લાઈફ આમ જ પસાર થઈ ગઈ પરંતુ પોતાના ભાઈઓને ભણાવી સરકારી નોકરી અપાવીને પોતાની આગામી પેઢીઓ માટે નવો રસ્તો તૈયાર કરી દીધો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp