શિક્ષકે બંને હાથ વડે બનાવ્યો શિવાજી-મહારાણા પ્રતાપનો સ્કેચ, વીડિયો થયો વાયરલ

PC: zeenews.india.com

આપણને હંમેશા રોજબરોજના કામો માટે આપણા જમણા હાથનો ઉપયોગ કરવાનું શીખવવામાં આવ્યું છે, ત્યારે કેટલાક લોકો એવા પણ હોય છે, જે તમામ પ્રયત્નો કરવા છતાં ડાબા હાથથી કામ કરનારા બની જાય છે. હવે તમે વિચારશો કે આમાં નવું શું છે ? આમ તો, દુનિયામાં એવા પણ જીનિયસ છે જે બંને હાથથી એક સાથે લખી શકે છે. એક વ્યક્તિનો આ વાયરલ વીડિયો તેનું જ ઉદાહરણ છે.જો કે, આ ક્લિપને સૌથી અલગ બનાવે છે તે કાર્ય એ છે કે ક્લિપમાં દેખાઈ રહેલ આ વ્યક્તિ ડ્રોઇંગ બોર્ડને જોયા વિના પણ બંને હાથ વડે એક ચિત્ર દોરે છે. ત્યારે આ ક્લિપ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

બ્લેકબોર્ડ જોયા વગર જ બનાવ્યુ શિવાજી-મહારાણા પ્રતાપનું ચિત્ર

વીડિયો એક કલાસમાંથી શરૂ થાય છે, જ્યાં એક માણસ એક બ્લેકબોર્ડની સામે એક ખુરશી પર બેઠો છે. તે કેમેરાની સામે બેઠો છે. માણસ તેના બંને હાથને પાછા બ્લેકબોર્ડ પર લઈ જાય છે અને બે ચહેરાનું સ્ટ્રક્ચર તૈયાર કરે છે. તે રૂપરેખાને બ્લેકબોર્ડ પર દોરે છે. જ્યારે સંપૂર્ણ ચિત્ર બની જાય છે, ત્યારે જોઈને સમજી શકાય છે કે, આ વ્યક્તિએ શિવાજી અને મહારાણા પ્રતાપની રૂપરેખા દોરી છે. જ્યારે બંને ચિત્રોની વિશેષતાને દર્શાવવાની વાત આવે છે, ત્યારે વ્યકિત તેને એકસાથે કરે છે.

ત્યાર પછી, તે ચિત્રોની નાની-નાની બાબતોને એક-એક કરીને યોગ્ય તાલમેલમાં પૂરું કરવા માટે આગળ વધે છે. 46 સેકન્ડના આ વીડિયોને લગભગ 9 લાખ વ્યૂઝ અને 2 લાખથી વધુ કમેન્ટ્સ મળી ચૂકી છે.

વીડિયો જોયા પછી લોકોએ કઇંક આ રીતે આપી પ્રતિક્રિયા

લોકોએ તે વ્યક્તિની કલાત્મક કુશળતાની પ્રશંસા કરી. જો કે, કેટલાક લોકોએ દાવો કર્યો કે, તેની સામે એક અરીસો મૂકવામાં આવ્યો હતો. એક ફેસબુક યુઝરે આ અનોખી પ્રતિભાની પ્રશંસા કરતાં લખ્યું કે, 'અદ્ભુત કલાને નમન'. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, 'એક મહાન કલા, તમને અને તમારા કામને સલામ.' ત્રીજાએ કમેન્ટ કરી, 'અદ્ભુત, અવિશ્વસનીય અને કલ્પનાની સાથે હાથની આંગળીઓનો સુમેળ ખૂબ જ શાનદાર છે'. ભલે લોકોએ દાવો કર્યો કે તે માણસ એક અરીસામાં જોઈ રહ્યો હતો, તેઓએ તેની કલાની પ્રશંસા કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp