બિલાડીએ જીમમાં કરી કસરત, થાકીને થઈ પરસેવાથી લથબથ, જુઓ Video

PC: zeenews.india.com

ટ્વીટર પર એકથી એક ચડિયાતા રમુજી વીડિયો આપણું મનોરંજન કરે છે. આ વીડિયો જોયા પછી ઘણા યુઝર્સ હસવાનું રોકી શકતા નથી. વાસ્તવમાં, કોવિડ પછી, ઘણા લોકો તેમના સ્વાસ્થ્યને લઈને સજાગ રહેવા લાગ્યા છે. પરંતુ જ્યારે તેની અસર માણસોની સાથે સાથે બિલાડીઓ પર દેખાવાનું શરૂ થાય ત્યારે શું થાય? તમે બરાબર વાંચ્યું છે, આ વીડિયોમાં તમે એક બિલાડીને તેની હેલ્થ બનાવતા જોઈ શકો છો. આ બિલાડી એકદમ ફિટનેસ ફ્રીક લાગે છે. તેની મહેનત જોઈને ઘણા યુઝર્સ તેના ફેન બની ગયા છે.

આ વીડિયોમાં એક જિમ બતાવવામાં આવ્યું છે જ્યાં ઘણા પ્રકારના એક્સરસાઇઝ મશીન રાખવામાં આવ્યા છે. અહીં એક સુંદર બિલાડી આવે છે અને તેનું વર્કઆઉટ શરૂ કરે છે. વીડિયોમાં બિલાડીને કસરત કરતી જોઈને ઘણા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા. સૌથી પહેલા તો તમે પણ આ ક્યૂટ બિલાડીનો વીડિયો જુઓ...

આ ટ્રેન્ડિંગ વીડિયો જોઈને લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી. કેટલાક લોકો મીમ્સ શેર કરતા પણ જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે કોઈ પણ બહાનું કામ નહીં કરે. વીડિયોના અંતમાં બિલાડી થાક ઓછો કરતી જોઈ શકાય છે. બિલાડી જીમના કોઈક ખૂણામાં સૂઈને વર્કઆઉટનો થાક દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.

વીડિયોમાં બિલાડીને જોઈને લાગે છે કે તે બહું થાચી ગઈ છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ સોશિયલ મીડિયા યુઝર્સ જોઈ ચૂક્યા છે. માત્ર 24 સેકન્ડના આ વીડિયોને 77 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. તમને જણાવી દઈએ કે, તેને 16 હજારથી વધુ વખત રીટ્વીટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને લઈને ઘણા લોકોએ પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp