બોયફ્રેન્ડને કંટ્રોલ કરવા માટે છોકરીએ 8 નિયમો બનાવ્યા

PC: aajtak.in

એવું માનવામાં આવે છે કે, કોઇપણ રીલેશનશીપ ત્યારે જ સારી ચાલે છે, જ્યારે બંને પાર્ટનરનો વચ્ચે ટ્રસ્ટ હોય. પણ એક છોકરીએ પોતાના બોયફ્રેન્ડ માટે 8 નિયમો બનાવ્યા છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા ચાલી રહી છે.

છોકરીએ પોતાના 8 રૂલ વાળો એક વીડિયો રજૂ કર્યો છે. જે વીડિયોને ટિકટોક પર 3 મિલિયનથી પણ વધુ વ્યૂઝ મળ્યા છે. વીડિયો પર છોકરીના ચાહકોના ફેન્સની અલગ અલગ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક લોકોએ એના વખાણ કર્યા છે તો કેટલાક લોકોએ આ વીડિયોમાં ટ્રસ્ટ ઇશ્યુ હોવાનું કહ્યું છે. વીડિયોમાં પોતાના રૂલ્સ વિશે છોકરીએ કહ્યું કે, ‘આજે હું કેટલાક વિવાદાસ્પદ રૂલ્સ વિશે કહેવા જઇ રહી છું, જે હું મારા બોયફ્રેન્ડ પાસે ફોલો કરાવવા જઇ રહી છું.’ મારા અત્યાર સુધીના દરેક બોયફ્રેન્ડે આ રૂલ્સને ફોલો કર્યા છે.

  1. જેની સાથે તેની રોમેન્ટિક વાત કરી હોય તેવી દરેક છોકરીને તેણે બ્લોક કરવી પડશે.
  2. જે દિવસથી મને ડેટ કરવાનું શરૂ કર્યું છે તે દિવસથી એક પણ છોકરીને ફોલો ન કરવી.
  3. સર્ચ બારમાં એક પણ છોકરીને સર્ચ નથી કરવાની.
  4. છોકરીઓના ફોટોને લાઇક ન કરવા.
  5. કોઇની સ્ટોરી પર રિપ્લે ન કરવો.
  6. એક્સપ્લોર પેજ સ્ક્રોલ કરે તો એકથી વધુ છોકરી ન દેખાવી જોઇએ.
  7. જો કોઇ છોકરી સતત બિકીની ફોટો પોસ્ટ કરે છે, તો તેને અનફોલો કરવી પડશે.
  8. લિંક ટ્રી પર કદી ક્લિક ન કરવું.

જે પછી વીડિયોના કમેન્ટ સેક્શનમાં અફરાતફરી મચી ગઇ હતી. કેટલાક લોકોએ છોકરીની વાતને સમર્થન આપ્યું તો કેટલાકે તેને કંટ્રોલિંગ બિહેવિયર કહ્યું. એક યુઝરે કહ્યું કે, હું એકલો છું, કે જેને આ રૂલ વધુ કડક લાગે છે?’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp