લગ્ન નહોતા થતા નારાજ વરરાજાએ પૂતળાને દુલ્હન બનાવી કરી લીધા લગ્ન, પછી....
એક વીડિયો ઈન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે, જેમાં એક માણસ લોકોની ભીડથી વ્યસ્ત માર્કેટમાં એક દુકાનની બહાર રાખેલા યુવતીના પૂતળા સાથે 'લગ્ન' કરતો અને પછી તે તેની નવી 'દુલ્હન'ને સાથે લઈને જતો જોવા મળે છે. આ વાયરલ વીડિયોમાં, એક વ્યક્તિ તેના માથા પર 'સાફો' પહેરીને બજારમાં એક દુકાનની બહાર રાખેલા પૂતળા તરફ જતો જોઈ શકાય છે, પછી તેના ગાલ પર ચુંબન કરે છે, તેને વરમાળા પહેરાવે છે અને પછી જાણે તેઓ એકબીજા સાથે લગ્ન કરી રહ્યાં હોય તે રીતે પોતાને પણ વરમાળા પહેરાવે છે અને પછી, તે તાળીઓ પાડે છે, તેના 'આશીર્વાદ' લે છે અને યુવતીના પૂતળાને ઉપાડે છે અને તેની સાથે ચાલ્યો જાય છે.
બજારમાં તેની આજુબાજુમાંથી પસાર થતા લોકો તેના આ ગાંડપણથી આશ્ચર્યચકિત થઈ ગયા અને જ્યારે તે માણસ 'લગ્ન' કરી રહ્યો હતો ત્યારે કેટલાક લોકો હસી રહ્યા હતા. કેટલાક યુઝર્સે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, શક્ય છે કે વરરાજાએ આ પગલું એટલા માટે ભર્યું હશે, કારણ કે તેને પોતાને માટે સારી દુલ્હન મળી નહીં અને તેણે હતાશ થઈને આવું કરવાની ફરજ પડી હશે. આ અજીબોગરીબ પ્રવૃતિ જોવા માટે લોકો પોતાના વાહનો રોકીને ઉભા રહ્યા હતા. એક છોકરીને તો જોર જોરથી હસતી જોઈ શકાય છે. કેટલાક દર્શકોએ વીડિયો શૂટ કરવાનું પણ શરૂ કરી દીધું હતું. છોકરો પણ રસ્તાની વચ્ચે ડમી સાથે પોઝ આપે છે.
આ પ્રકારના 'લગ્ન' કદાચ માત્ર ભીડનું મનોરંજન કરવા અને સોશિયલ મીડિયા પર ધ્યાન ખેંચવા માટે કરવામાં આવ્યા હોઈ શકે. અત્યાર સુધી આ 'વેડિંગ'નો વીડિયો 11 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. હજારો લોકોએ તેને લાઈક અને શેર કરી અને પોતાનો અભિપ્રાય આપ્યો. એક મહિલાએ કોમેન્ટ બોક્સમાં લખ્યું, 'શું થયું ભાઈ? તમને કોઈ છોકરી નથી મળી કે તમે આ ડમી લઈને જઈ રહ્યા છો?' અન્ય એક યુઝરે લખ્યું, 'આવો, દુલ્હન આવી ગઈ છે. ચાલો તમારા લગ્ન કરાવી દઈએ. એટલી પણ બહુ ચિંતા ન કરો ભાઈ, યોગ્ય સમય આવશે ત્યારે લગ્ન થઇ જશે.' અન્ય એક યુઝરે લખ્યું, 'ભાઈ પાસે કોઈ વિકલ્પ ન હતો, તેથી તેણે ડમી સાથે લગ્ન કરવા પડ્યા.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp