આ ભેંસનું નામ ‘વિધાયક’ છે, BMW કાર કરતા પણ કિંમત અનેક ગણી વધારે
મેરઠની સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીમાં 16થી 18 ઓક્ટોબર એમ 3 દિવસ માટે પશુમેળો રાખવામાં આવ્યો છે, જેમાં 3 ભેંસ એવી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે. સિરસાના પરવિંદર નામના ખેડુત એક ભેંસ લઇને આવ્યા છે જેનું નામ અણમોલ છે અને 23 કરોડ રૂપિયામાં આ ભેંસ ખરીદવાની ઓફર છતા પરવિંદરે વેચવાની ના પાડી છે. બીજી બે ભેંસ હરિયાણાના ખેડુત નરેન્દ્ર ભાઇ લઇને આવ્યા છે, જેમાં એક ભેંસની કિંમત 20 કરોડ અને અન્ય ભેંસની કિંમત 10 કરોડ રૂપિયા છે. 20 કરોડની જે ભેંસ છે તેનું નામ ‘વિધાયક’ રાખવામા આવ્યું છે.
ગુજરાતીમાં આપણે તેને ધારાસભ્ય કહીએ છીએ. આ ધારાસભ્ય ભેંસનો ઠાઠ એવો છે કે રોજના તેની પાછળ ખાવા માટે 1500 રૂપિયાનો ખર્ચ થાય છે. દરરોજ, કાજુ બદામ, 2 ડઝન કેળા, 5 કિલો સફરજનસ 5 કિલો દાણા અને 30 કિલો ચારો નાંખવો પડે છે. તેને સાચવવા 5 નોકર રાખવા પડે અને એ.સી. રાખવી પડે છે. ત્રીજી ગાય છે જેનું નામ ગુડ્ડુ- 2 છે, જેને 10 કરોડ રૂપિયામાં ખરીદવાની ઓફર થઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp