21 જૂને દેખાશે સ્ટ્રોબેરી મૂન, જાણો હની મૂન સાથે શું છે તેનો સંબંધ?
20-22 જૂન સુધી એવો ચંદ્ર નીકળવાનો છે, જેને સ્ટ્રોબેરી કહેવામાં આવે છે, પરંતુ તેનો શાનદાર નજારો 21 જૂને જોવા મળશે. આ સમર સોલ્સટિસના એક દિવસ બાદ નીકળશે. એ આ વખત સેગિટેરિયસ નક્ષત્રમાં ચમકતો નજરે પડશે. આ ચંદ્રમાના અન્ય પણ ઘણા નામ છે, પરંતુ તેને સામાન્ય રીતે સ્ટ્રોબેરી મૂન કહેવામાં આવે છે. હેરાનીની વાત એ છે કે આ ચંદ્રનો હની મૂન સાથે સીધો સંબંધ છે. પહેલા તેના અન્ય નામ જાણીએ અને પછી હની મૂનનો ખુલાસો પણ કરવામાં આવશે. સ્ટ્રોબેરી મૂનને હોટ મૂન, હની મૂન અને રોઝ મૂન પણ કહેવામાં આવે છે.
ઉત્તરી અમેરિકાના એલ્ગોનક્વિન આદિવાસીઓએ તેનું નામ સ્ટ્રોબેરી મૂન રાખ્યું હતું કેમ કે એ સમયે ઉત્તરી અમેરિકામાં સ્ટ્રોબેરી ફળ કાપવાનો સમય હોય છે. અમેરિકન મ્યૂઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીના એસ્ટ્રોફિઝિસિસ્ટ જેકી ફેહર્ટીએ જણાવ્યું કે, નામના આધાર પર લોકો ચંદ્રને રંગ સમજવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ સ્ટ્રોબેરી રંગનો કે લાલ કે ગુલાબી એકદમ નહીં દેખાય. એ પોતાના પીળા પ્રકાશ સાથે નજરે પડશે. જેકી કહે છે કે તે સ્વર્ણિમ એટલે કે સોનાના રંગ જેવો પીળો દેખાશે.
હલકા લાલ રંગની અસર હશે. એ નિર્ભર કરે છે કે એ સમયે તમારા ઉપર વાયુમંડળમાં કયા પ્રકારના રસાયણોનો પ્રભાવ વધારે છે. હકીકતમાં ગ્રે રંગનો ચંદ્ર સૂરજના પ્રકાશ અને વાયુમંડળમાં ઉપસ્થિત ગેસો અને રસાયણોના કારણે અલગ રંગોમાં નજરે પડે છે. જેકીએ કહ્યું કે, જ્યારે ફૂલ મૂન ઊગે છે ત્યારે તેને જોવાનું એક અલૌકિક હોય છે. તે પણ ત્યારે જ્યારે ધરતીની નજીક હોય. તમારે એ સમયે ચંદ્રના પર્વત, ખાડા, વેલીઓ, ક્રેટરના ઇમ્પેક્ટ વગેરે નજરે પડે છે. હવે સવાલ એ ઉઠે છે કે હની મૂન સાથે શું સંબંધ છે? તેને હની મૂન કેમ કહેવામાં આવે છે?
શું છે અલગ અલગ નામ પાછળની કહાની?
સ્ટ્રોબેરી મૂનને હોટ મૂન પણ કહેવામાં આવે છે કેમ કે એ ગરમી કાઢે છે. તેને રોઝ મૂન પણ કહેવામાં આવે છે કેમ કે એ સમયે દુનિયાભરમાં ઘણી જગ્યાએ ગુલાબનો પાક લહેરાય છે. NASA મુજબ, યુરોપિયન લોકો તેને હની મૂન પણ કહે છે કેમ કે એ સમયે મધપૂળા તૈયાર થઈ ચૂક્યા હોય છે. તેમાંથી મધ કાઢવાનો સમય હોય છે. તેનો લગ્નવાળા હનીમૂન સાથે પણ સંબંધ છે? પૂછો કેવી રીતે? કેમ કે હનીમૂન શબ્દનો ઉપયોગ સદીઓથી થતો આવી રહ્યો છે.
આ સમયે દુનિયાભરમાં ઘણા દેશમાં લગ્ન થાય છે. લગ્ન બાદ મોટા ભાગે લોકો હનીમૂન મનાવવા ક્યાંક ને ક્યાંક જાય છે. જેકી કહે છે કે દુનિયાના અલગ અલગ સ્થળો પર લોકોએ પોતાની સંસ્કૃતિ, સમય તહેવાર અને અવસર મુજબ તેને અલગ અલગ નામ આપ્યું છે એટલે આ નામોને સાંભળવા અને સમજવામાં સારી ફિલિંગ આવે છે. તમને તેનું નામ સાંભળીને ડર કે બેચની નહીં થાય. તેના નામને લઈને કોઈ ગણિત, વિજ્ઞાન કે તર્ક નથી. એ માત્ર લોકોની માન્યતાઓ પર આધારિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp