પત્નીએ પતિ સાથે ઝઘડો થતા કહી દીધું આ તારી દીકરી નથી, કોઈ બીજાની છે, પછી...

PC: newstrend.news

પતિ-પત્નીના ઝઘડામાં મોટા ભાગે બહેસ દરમિયાન લોકો ગુસ્સામાં કંઈક એવું બોલી દે છે, જેથી પરિવાર તૂટવાની સ્થિતિ આવી જાય છે. કેટલીક વખત લોકો એવું સત્ય બોલી દે છે, જે તેણે વર્ષોથી છુપાવીને રાખ્યું હોય છે. એક વ્યક્તિએ રેડિટના માધ્યમથી પોતાની પરિણીત જિંદગીમાં આ પ્રકારના ખતરનાક મોડ બાબતે જણાવ્યું. તેણે જણાવ્યું કે, એક રાતના ઝઘડા વચ્ચે પત્નીએ મારી દીકરીને લઈને મને કહ્યું કે, તું તેનો પિતા નથી, પરંતુ કોઈ બીજું છે. એ વાતથી હું હેરાન રહી ગયો અને આ વાત મારા મનમાં બેસી ગઈ.

મેં DNA ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો, જેથી મને ખબર પડી શકે કે તે મારી દીકરી છે કે નહીં. ચૂપચાપ બહાર જઈને ઘર પર એક DNA કીટ લેતો આવ્યો. ટેસ્ટના બરાબર 48 કલાક બાદ રિઝલ્ટ મળ્યું, જેનાથી તેણે રાહતના શ્વાસ લીધા. તે તેની જ દીકરી હતી, એટલે કે પત્નીએ જે કંઇ કહ્યું હતું એ અસત્ય હતું, પરંતુ પત્નીની વાત અત્યારે પણ તેના મનમાં ફરી રહી હતી એટલે તેણે પોતાની પત્નીને ખોટું બોલવાનો નિર્ણય લીધો અને તેણે જણાવ્યું કે, તેને DNA ટેસ્ટથી ખબર પડી ચૂકી છે તે દીકરી તેની નથી.

એ સાંભળતા જ પત્ની ગભરાઈ અને તેણે જે સ્વીકાર્યું એ હેરાન કરનારું હતું. તેણે જણાવ્યું કે, તે પોતાના પતિના જ જૂના મિત્ર સાથે સંબંધમાં હતી એટલે તેને લાગે છે કે આ દીકરી પણ તેની જ છે. વ્યક્તિએ લખ્યું કે, મારી પત્નીએ મને જણાવ્યું કે, જ્યારે થોડા સમય માટે તે પતિથી અલગ થઈ ગઈ હતી તો તેને ખબર પડી કે તે બીજી સ્ત્રીઓ સાથે ડેટ કરી રહ્યો છે. એ વાતના ગુસ્સામાં તેણે પતિના મિત્ર સાથે સંબંધ બનાવ્યા હતા.

ત્યારબાદ લગ્ન સંબંધમાં બધુ સારું થઈ ગયું અને થોડા જ સમયમાં તેની દીકરીનો જન્મ થયો એટલે તેને વિશ્વાસ હતો કે તેની દીકરી તેના પતિના મિત્રની છે. પત્ની દ્વારા બધુ બતાવ્યા બાદ મેં તેને DNA ટેસ્ટનું સત્ય બતાવ્યું. અંતમાં ઘણા સમય સુધી તે મને ગળે લગાવીને રડતી રહી, પરંતુ તેણે જે કર્યું તેના માટે હું તેને ક્યારેય માફ નહીં કરી શકું. આ સંબંધ પૂરા. વ્યક્તિની પોસ્ટ પર લોકોએ ઘણી કમેન્ટ કરી છે. કોઈએ કહ્યું કે હવે છૂટાછેડા લઈ લો, તો કોઈએ કહ્યું કે સમય રહેતા હવે બધુ સારું કરી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp