સેલ્ફી લેવામાં વ્યસ્ત મહિલાને બકરીએ ગુસ્સામાં આવીને મારી જોરદાર ટક્કર, જુઓ Video

PC: instagram.com

સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય એ ખબર જ નથી હોતી. આમ તો સોશિયલ મીડિયા પર રોજ કોઈક ને કોઈક વીડિયો અને પોસ્ટ વાયરલ થતાં રહેતા હોય છે, એ વીડિયો જોઈને યુઝરો ખૂબ મજા લેતા હોય છે, તો ક્યારેક એવું બને કે કોઈ વાયરલ વીડિયો કે ફોટાના કારણે આપત્તિમાં મુકાઇ જાય, તો ક્યારેક કોઈને વાયરલ વીડિયોના કારણે મદદ પહોંચી જાય છે, તો સોશિયલ મીડિયા પર મોટાભાગના વીડિયો એવા હોય છે જે ફની હોય છે. એવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ધમાલ મચાવી રહ્યો છે.

આપણે મોટાભાગે જોઈએ છીએ કે લોકો ક્યાંક ફરવા જાય છે તો મોજ મસ્તી કરે છે. એ ક્ષણોની ફોટો અને વીડિયોઝ જરૂર લે છે. આ દરમિયાન કેટલીક વખતે ફની વીડિયો પણ બની જાય છે, જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાની સાથે જ વાયરલ થવા લાગે છે. વાયરલ થનારા વીડિયો કેટલીક વખતે ફની હોય છે, તો કેટલીક વખતે ચોંકાવનારા પણ હોય છે. પરંતુ આ વખતે જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેને જોઈને તમને હસવું તો આવશે જ, પરંતુ બની શકે કે તમે ચોંકી પણ જાવ.

 
 
 
View this post on Instagram

A post shared by Wildlife Capture (@thewildcapture)

એક વીડિયો જે સોશિયલ મીડિયા પર ખૂબ ચાલી રહ્યો છે, તેમાં એક મહિલા સેલ્ફી વીડિયો લેવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ આ દરમિયાન પાછળથી બકરી જોરદાર ટક્કર મારી દે છે અને વીડિયો સમાપ્ત થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે મહિલા પોતાના ફોન કેમેરો ઓન કરે છે અને એક સેલ્ફી વીડિયો બનાવવાનો પ્રયત્ન કરતી દેખાય રહી છે. આ દરમિયાન તેને તેની પાછળ એક બકરી નજરે પડે છે અને તેને પણ આ વીડિયોમાં સામેલ કરી લે છે. એ જોઈને બકરી તેની ખૂબ નજીક આવી જાય છે.

બકરી નજીક આવ્યા બાદ મહિલા તેના પર ખૂબ પ્રેમ દેખાડે છે. આ દરમિયાન બકરી સતત તેની નજીક આવવાનો પ્રયત્ન કરતાં વારંવાર પાછળ જઈને પોતાને આગળ તરફ ખેછે છે. એમ બે, ત્રણવાર કર્યા બાદ ચોથી વખતે બકરી જ્યારે જોર લગાવે છે તો જે દોરડાથી તે બંધાયેલી હોય છે તે તૂટી જાય છે અને બકરી  મહિલાને જોરદાર ટક્કર મારી દે છે. આ ટક્કરથી મહિલા નીચે પડી જાય છે, તેનો મોબાઈલ પણ છૂટી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ લોકો અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો મહિલાને થયેલી ઇજા પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક લોકો મજેદાર ગણાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp