મહિલાના પ્રાઇવેટ પાર્ટનું ઓપરેશન કરતા જે નીકળ્યું તે જોઇને તબીબો પણ ચોંકી ઉઠ્યા
એક મહિલાના પ્રાઇવેટ પાર્ટનું જયારે ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે જે વસ્તુ નિકળી તે જોઇને ઓપરેશન કરનારા તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. 4 વર્ષથી મહિલા પીડાનો અનુભવ કરી રહી હતી. વિદેશના લોકો અવનવું ગાંડપણ કરતા રહેતા હોય છે. જાણવા મળેલી માહિતી મુજબ મહિલાએ કાચના ગ્લાસનો સેક્સ ટોય તરીકે ઉપયોગ કર્યો હતો જે ફસાઇ ગયો હતો.
ટયીનીશિયામાં એક 45 વર્ષની મહિલાને પ્રાઇવેટ પાર્ટમાં અસહ્ય દર્દ ઉપડ્યું હતું અને તેણીનું તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર પડી હતી. તબીબોએ તપાસ કરી તો મહિલાની યોનીમાં એક કાચનો ગ્લાસ ફસાયેલો મળ્યો હતો.. મહિલા છેલ્લાં 4 વર્ષથી દુખાવો સહન કરી રહી હતી.
Woman's 'UTI' was actually glass tumbler lodged in bladder for 4 years https://t.co/NoRy00HjYE pic.twitter.com/KjLSti55N6
— New York Post (@nypost) March 16, 2022
Nypost.comના એક અહેવાલ મુજબ, મહિલાને પ્રાઇવેટ પાર્ટમાં હળવા દુખાવાની ફરિયાદ રહેતી હતી પરંતુ આ દુખાવાને તે અવગણી રહી હતી. દુખાવાને કારણે તેને વારંવાર બાથરૂમ જવાની નોબત ઉભી થતી હતી. મહિલાનું માનવું હતું કે આ યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેકશન હશે એટલે આવો દુખાવો થતો હશે. પરંતુ જયારે દુખાવો સહન ન થયો ત્યારે તેણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.
મહિલાની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે તેને કોઇ ઇંફેકશન નહોતું, બલ્કે તેના શરીરમાં 8 સેંટીમીટર પહોળો બ્લાડર સ્ટોન છે. બ્લાડર સ્ટોન એને કહેવામાં આવે છે જયારે મૂત્રાશયમાં નાની પથરીઓ બને છે જે મૂત્રાશયની દિવાલમાં અગવડતા લાવી પેશાબના પ્રવાહને રોકે છે જેને કારણે નીચલા પેટમાં દુખાવો થાય છે.
મહિલાના પેટમાં જે બ્લાડર સ્ટોન જોવા મળ્યો તે એક કાચનો ગ્લાસ હતો જે મહિલાના પ્રાઇવેટ પાર્ટથી મૂત્રાશય સુધી પહોંચી ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે કાચનો ગ્લાસ મહિલાના શરીરમાં 4 વર્ષથી હતો.
જો કે તબીબોએ ઓપરેશન કરીને કાચનો ગ્લાસ કાઢી લીધો છે અને મહિલાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો છે.
Nypost.comના અહેવાલ અનુસાર, મહિલાએ ચોખવટ કરી હતી કે વર્ષો પહેલાં તેણીએ પીવાના ગ્લાસને સેક્સ ટોય તરીકે ઉપયોગ કર્યો હતો. જો કે, આ બાબતે હોસ્પિટલે કોઇ પણ જાતનો ખુલાસો કર્યો નથી. જો કે મહિલાનું ઓપરેશન તો 2021ના અંતમાં કરવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર તસ્વીરો વાયરલ થતા આ મહિલા ચર્ચામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp