દુનિયાની સૌથી મોટા મોંવાળી મહિલા, જાણો કેવી રીતે બનાવ્યો આ અજબ ગજબ રેકોર્ડ
એક મહિલા અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનું મોં દુનિયામાં સૌથી મોટું છે. મતલબ આ મહિલા પોતાનું મોં સૌથી વધારે ખોલી શકે છે. તે પોતાની લાઈફ સાથે જોડાયેલી તમામ અપડેટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. તેનું મોં એટલું મોટું ખોલી શકે છે, જેની કલ્પના કરવી મુશ્કેલ છે. પોતાના મોટા મોંના કારણે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. તે સૌથી મોટા મોંવાળી મહિલા છે. તેના નામ પર રેકોર્ડ છે કે તેનું મોં 6.52 સેમી સુધી ખુલી શકે છે. આ મહિલાનું નામ સમાંથા રામ્સડેલછે. તેની ઉંમર 32 વર્ષની છે.
મોટા મોંના કારણે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું. સમાન્થા અમેરિાના કનેક્ટીકટના સ્ટેમફોર્ડની રહેનારી છે. મહિલા ટિકટોક સ્ટાર પણ છે. મહિલાના ટિકટોક પર 30 લાખથી વધારે ફોલોઅર્સ છે. ગયા વર્ષે જ્યારેતેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું.
તો તેને વેરિફાઈ કરવા માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ સમન્થાના ઘરે આવી પહોંચી હતી. આ દરમિયાન ગિનીસની ઓફિશિયલ ટીમ પણ ત્યાં હાજર રહી હતી. ડૉ. ઈલ્કે ચેઉંગેતે સમયે તેનું મોં ડિજીટલ કેલિપર્સથી માપ્યું હતું. આ દરમિયાન ટીમે જોયું હતું કે તેનું મોં કેટલું ખોલી શકે છે.
ડેઈલીમેલના રિપોર્ટ દરમિયાન સમન્થાને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ મેળવતા પહેલા આ સાબિત કરવું પડ્યું હતું કે તેણે કોઈ સર્જરી તો નથી કરાવીને. સમન્થા પોતાના મોંની સાથે કલાકારી કરતા ઘણા ફોટા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરતી રહે છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જે ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં પોતાનું નામ નોંધાવવા માટે ઘણી અજીબો ગરીબ હરકતો રહતા રહે છે. જેના ઘણા નમૂના આપણે જોયા જ હશે. સોશિયલ મીડિયામાં પણ સમાન્થા ઘણી જાણીતી છે. લોકો તેના વીડિયોઝ અને ફોટાને ઘણા પસંદ પણ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp