દર બે દિવસે એક ફૂટ ઉંચે જઇ રહ્યું છે આ મકાન, કારણ જાણીને તમને પણ નવાઇ લાગશે

રાજસ્થાનના બિકાનેરમાં રહેતા એક વ્યકિતએ ઘરની તોડફોડ કર્યા વગર અને ઓછા ખર્ચમાં મકાનને ઉંચે લઇ જવામાં જે જુગાડ કર્યો છે તે જાણીને તમને પણ નવાઇ લાગશે. હકિકતમાં, આ વ્યકિતનું ઘર રોડ લેવલથી નીચે હોવાને કારણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે તેણે જેક ટેકનીકથી ઘર ઉભું કરવાનું શરૂ કર્યું છે.
બિકાનેરમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા ઓમ પ્રકાશનું ઘર રોડ લેવલથી નીચે હોવાને કારણે તેને પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાના નિવારણ માટે જો ઘરને ફરી તોડીને બાંધવામાં આવે તો તેને મોટો ખર્ચ આવે તેમ હતો તો ઓમ પ્રકાશે એક નવો તોડ કાઢ્યોને કારણે ઓછા ખર્ચમાં તેની પાણીની સમસ્યા પણ દુર થઇ જશે.
ઓમપ્રકાશે ઘર માટે એક હરિયાણીની ટીમનો સંપર્ક કર્યો હતો જે જેકની મદદથી મકાનને ઉંચે લઇ જવાનું કામ કરે છે.ઓમપ્રકાશે કહ્યું હતું કે 8 દિવસમાં કારીગરોએ જેકની મદદથી મકાનને 2 ફુટ ઉંચે કરી નાંખ્યું છે, મકાનને 4 ફુટ ઉપર લઇ જવાનું છે જેમાં ટોટલ 10 દિવસ લાગશે. પાયાના મજબુત કરવા માટે ગ્રિટ- સિમેન્ટ બીમ વડે ચણતર કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આખા કામમાં ઘરમાં સહેજ પણ તિરાડ પડવા દેવામાં આવી નથી.
કારીગર ટિંકુ રોહિલાએ કહ્યું હતું કે મકાનને 100 હાઇડ્રોલિક જેકની મદદથી ઉપર ઉઠાવવામાં આવી રહ્યું છે. આ કામને પુરુ કરવા માટે 10 અનુભવી કારીગરોની ટીમ જોડાયેલી છે. દર 48 કલાકમાં જેકના આંટા ફેરવીને 1 ફુટ મકાનને ઉપર લઇ જવામાં આવી રહ્યું છે. ટિંકુએ કહ્યું હતું કે 45 બાય 48 ફુટના આ ઘરને ઉપર લઇ જવા માટે 350 ફુટની લોખંડની ચેનલ, લાકડાંના પાટિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
લગભગ 12 વર્ષ જુનું આ મકાન 2 માળનું છે. ગ્રાઉન્ડ ફલોર પર 3 રૂમ અને પહેલાં માળે બે રૂમ બનાવવામાં આવ્યા છે. રસોડું, શૌચાલય, બાથરૂમ વગેરે પણ બનેલા છે. આ બધાને હટાવ્યા કે તોડયા વગર ઘરને ઉંચે લઇ જવામાં આવી રહ્યું છે. ટિંકુએ કહ્યું હતું કે ઘરને નુકશાન પહોંચાડયા વગર આગળ પાછળ ખસેડી શકાય છે. જો કે આખા ઘરનું ફર્શ ફરીથી બનાવવામાં આવશે.
ઓમપ્રકાશે કહ્યું કે આખા ઘરને તોડીને જે ખર્ચ થતે તેના માત્ર 20 ટકા ખર્ચમાં કામ થઇ ગયું છે અને સાથે પાણીની સમસ્યાનું નિવારણ પણ થઇ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp