10 લાખનો ખર્ચો કરીને બનાવી 20 ગર્લફ્રેન્ડ, યુવકે કહ્યું- ડેટિંગ માટે સમય નથી

PC: instagram.com

દુનિયાના ઘણા દેશોમાં પારંપારિક ડેટિંગથી ઘણા લોકો લવ અને રિલેશનશીપના મામલામાં ઘણા નવા કોન્સેપ્ટ પણ અજમાવવાનું પસંદ કરે છે. તેમાંથી સૌથી વધારે લોકપ્રિય શુગર ડેટિંગનો કોનસેપ્ટ પણ છે. અમેરિકામાં રહેનારા એક વ્યક્તિએ હાલમાં જ કહ્યું છે કે કેવી રીતે તેણે આ નવા કોનસેપ્ટના સહારે છેલ્લા કેટલાંક વર્ષોથી ડઝનો આકર્ષક છોકરીઓને ડેટ કરી ચૂક્યો છે. અમેરિકામાં રહેનારા સ્યેટ સ્કોલોકને કોલેજ ગ્રેજ્યુએશન દરમિયાન જ ખબર પડી ગઈ હતી કે તે પોતાના ભણતર પર ફોકસ કરવા ઈચ્છે છે અને ડેટિંગ માટે સમય કાઢી શકશે નહીં.

તેણે યુનિવર્સિટી ઓફ શિકાગોથી ફિલોસોફી અને ઈકોનોમિક્સમાં ડિગ્રી હાંસલ કરી છે અને 28 વર્ષની ઉંમરે તે એક હાઈપ્રોફાઈલ જોબ કરવા લાગ્યો હતો. ફેબ્યુલસ વેબસાઈટ સાથેની વાતચીતમાં સ્યેટે કહ્યું કે મારી જોબ ઘણી હેક્ટિક હતી અને મારે કલાકો સુધી કામ કરવું પડતું હતું. મને અહેસાસ થયો કે હું ડેટિંગ એપ્સ પર સમય બગાડી શકું તેમ નથી પરંતુ તેમછત્તાં હું ઘણી બધી ક્યુટ છોકરીઓને ડેટ કરવામાં સફળ રહ્યો કારણ કે મેં કોલેજ પત્યા પછી તરત જ શુગર ડેડી બનવાનો નિર્ણય લીધો હતો.

શુગર ડેડી એટલે એ વ્યક્તિ જે ડેટિંગમાં સમય ખરાબ કરવાને બદલે બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ પર ઘણા પૈસા લૂટાવે છે. સામાન્ય રીતે મોટા બિઝનેસમેન શુગર ડેડીની ભૂમિકામાં હોય છે, જે પોતાને પારંપારિક ડેટિંગ માટે ઘણા વ્યસ્ત માને છે. તેવામા શુગર બેબી એને કહેવામાં આવે છે જે આકર્ષક મહિલાઓ હોય છે અને પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલને મેઈન્ટેઈન કરવા માટે શુગર ડેડીનો હારો લે છે. આ વ્યક્તિનું કહેવું હતું કે છેલ્લા 6 વર્ષોમાં 10000 પાઉન્ડ્સ એટલે કે 10 લાખ રૂપિયા 20 શુગર બેબી પર ખર્ચ કરી ચૂક્યો છે. ફાઈવ સ્ટાર હોટેલમાં ખાવાનું, હાઈ પ્રોફાઈલ રેસ્ટોરન્ટમાં ડિનર કરવાનું અને ડિઝાઈનર બેગ્સ જેવી ઘણી સુવિધાઓ છે જે આ વ્યક્તિ પોતાની ગર્લફ્રેન્ડની પૂરી કરે છે.

આ વ્યક્તિએ કહ્યું છે કે મારો સૌથી લાંબો સંબંધ 6 મહિના સુધી રહ્યો હતો. તેણે કહ્યું કે લોકોને આ કોન્સેપ્ટને લઈને ઘણી ખોટી ધારણાઓ છે. પરંતુ એવું કંઈ નથી.આ બસ સ્ટ્રેસમાં ચાલી રહેલા પ્રોફેશનલ્સ માટે ડેટિંગનો એક સારી રીત છે. પરંતુ તેનું પ્રોસ્ટીટ્યૂશન સાથે તુલના કરવામાં આવી શકે તેમ નથી. આ સામાન્ય રિલેશનશીપની જેમ જ છે. જોકે આ સંબંધોમાં પૈસો ઘણા મહત્ત્વનો હોય છે. છેલ્લા 6 વર્ષમાં આ રીતના સંબંધમાં રહ્યા પછી સ્યેટે પોતાની વેબસાઈટ લોન્ચ કરી છે. તેણે કહ્યું છે કે આ વેબસાઈટના સહારે વધારેમાં વધારે ફેક શુગર બેબી પ્રોફાઈલ્સને હટાવવા ઈચ્છે છે અને પોતાની વેબસાઈટના સહારે ઘણા લોકોને રિલેશનશીપમાં મદદ કરવા ઈચ્છે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp