આ મિકેનિકે આંખે પાટા બાંધી એન્જિન ખોલીને પાછું ફીટ પણ કરી દીધું, Video

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ખૂબ વધ્યો છે. યુવાનો પ્રસિદ્ધિ મેળવવા માટે અલગ-અલગ વીડિયો બનાવીને યુ-ટ્યુબ પર અપલોડ કરે છે. ત્યારે આજે એવા વ્યક્તિની વાત કરવી છે જે વ્યક્તિએ બાઈક રીપેરીંગનું કામ કરે છે પરંતુ તેને પોતાનું હુનર પોતાના સુધી જ સીમિત નથી રાખ્યું પરંતુ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ યુ-ટ્યુબ પર ચેનલ બનાવીને લોકોને પણ પોતાના હુનરથી અવગત કરાવ્યા હતા અને તે વ્યક્તિએ અલગ-અલગ મિકેનિકલ વીડિયો યુ-ટ્યુબ પર અપલોડ કરીને લાખો વ્યુ મેળવ્યા છે. જેના કારણે યુ-ટ્યુબ દ્વારા તેને સિલ્વર એવોર્ડ આપવામાં આવ્યો છે.

મિકેનીકનું કામ કરતા અને યુ-ટ્યુબનો સિલ્વર મેડલ મેળવનાર વ્યક્તિનું નામ અજય સવિતા છે. તે કાનપુરના અશોકનગર વિસ્તારમાં રહે છે અને કાનપુરના 80 ફુટ રોડ પર વન્ડર મિકેનિકલ નામનું ગેરેજ ચલાવે છે. અજય માત્ર પંદર વર્ષની ઉંમરમાં જ ગેરેજનું કામ કરવા લાગ્યો હતો અને ધીમે-ધીમે તે એટલો માહેર થઈ ગયો કે તેને 2010માં આંખે પાટા બાંધીને એક બાઈકનું એન્જીન ખોલીને પાછું ફિટ કરી દીધું હતું. અજયના આ હુનરને જોઈને લોકો ખૂબ આશ્ચર્યચકિત થયા હતા.

વર્ષ 2017માં તેના મિત્રોએ તેને યુ-ટ્યુબ પર ચેનલ બનાવવાનું કહ્યું હતું ત્યારબાદ તેને મિકેનિકલ અજય કુમાર નામની ચેનલ બનાવીન તેમાં વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું.

અજય પોતાની ચેનલમાં બાઈક રીપેરીંગને લગતી કેટલીક ટિપ્સ અપલોડ કરતો હતો અને ધીમે-ધીમે અજયની આ ટિપ્સ લોકોને વધારે ગમવા લાગી અને તેના વીડિયો ખૂબ શેર થવા લાગ્યા અને લોકો તેને વીડિયોને લાઈક પણ કરવા લાગ્યા જોત જોતામાં બે વર્ષમાં અજયની ચેનલ સબસ્ક્રાઇબ એક લાખ પર પહોંચી ગયા અને જેના કારણે તેને યુ-ટ્યુબ તરફથી સિલ્વર ક્રિએટર એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. આજે તેના પાંચ લાખથી વધુ ફોલોઅર્સ છે.

મહત્વની વાત એ છે કે, પોતાના હુનરના કારણે ગેરેજમાંથી દર મહિને પોતાની રેગ્યુલર આવક મેળવે છે પરંતુ યુ-ટ્યુબ પર વીડિયો અપલોડ કરીને સારી એવી આવક કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp