લગ્નની આ એડ જોઈને લોકોએ કહ્યું- આ તો કુંવારો જ રહી જશે, તમે પણ જોઈ લો એડ

PC: bonobology.com

લગ્ન માટેની ઘણી જાહેરખબરો તમે સમાચારપત્રોમાં જોઈ હશે. પરંતુ સોશિયલ મીડિયા પર આ વિજ્ઞાપન લોકો માટે હસવાનું કારણ બની ગઈ છે. થઈ શકે કે દુલ્હા માટે આ ઘણી સિરીયસ મેટર હોય પરંતુ લોકોને છોકરાવાળીની આ ડિમાન્ડ નવી જેવી લાગી છે. જેને કારણે આ એડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જેવી રીતે સમય બદલાય છે તો લગ્ન માટેની શરતોમાં પણ ફેરફાર જોવા મળે છે. પરંતુ હજુ એવા ઘણા લોકો છે જેઓ જૂના જમાનાની શરતોને આજે પણ એડમાં છાપતા જોવા મળે છે. ખરેખરમાં આ હસવાની નહીં પરંતુ વિચારવા જેવી વાત છે કે લોકો છોકરી અંગેની વિરાશીલતા ક્યારે બદલશે.

લગ્નની આ યુનિક એડના ફોટાને આઈએએસ નિતીન સાંગવાને તેના ટ્વીટર અકાઉન્ટ પર શેર કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે, ભાવી દુલહા/દુલ્હન ધ્યાન આપે. સંબંધોને જોડવાની રીતો બદલાઈ રહી છે. આ ટ્વીટને અત્યાર સુધીમાં એક હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

આ એડમાં છોકરાઓની કોઈ ડિમાન્ડ નથી. બસ તેમને એક સુંદર, લાંબી અને પાતળી છોકરીની શોધ છે, જેને સોશિયલ મીડિયાની લત ના હોય. મતલબ છોકરી ઈન્ટરનેટ પાછળ વધારે સમય ના વાપરતી હોય. આ એડ જોયા પછી લોકો ચોક્કસથી કહી રહ્યા હતા કે, આ ભાઈ આખી જીંદગી કુંવારો જ રહેશે.

આ એડ પર ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી હતી. એક યુઝર્સે લખ્યું હતું કે, આવી છોકરી તો દેવલોકમાં જ મળશે. જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું હતું કે, ભવિષ્યમાં આવી એડ્સ વધી શકે તેમ છે. રોજ આપણે સોશિયલ મીડિયા પર આવા ફની કહી શકાય તેવા વીડિયોઝ અથવા ફોટો વાયરલ થતા જોવા મળે છે.

અત્યારના સોશિયલ મીડિયાના સમયમાં કોઈ પણ પછી તે છોકરો હોય કે છોકરી સોશિયલ મીડિયા પાછળ ઓછો સમય પસાર કરતા હોય તેવા ઘણા ઓછા હશે. હાલના સમયને જોતા છોકરા અથવા છોકરીએ કોઈ પણ વસ્તુ માટે બાંધછોડ કરવી જ રહી નહીં તો તમે તારક મહેતા કા ઉલટા ચશ્માના પોપટલાલની જેમ કાયમ માટે કુંવારા જ રહી જશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp