વ્યક્તિએ કર્યો ભવિષ્ય યાત્રાનો દાવો, બોલ્યો-2023માં થશે એલિયન સાથે યુદ્ધ

PC: dailyrecord.co.uk

એક વ્યક્તિએ દાવો કર્યો કે, તે વર્ષ 2869થી ફરીને આવ્યો છે. તેણે ટાઇમ ટ્રાવેલ કર્યું છે. તેની સાખે જ તેણે ભવિષ્ય પણ જોયું છે. તેનું કહેવું છે કે, વર્ષ 2023માં એલિયન અને વ્યક્તિઓ વચ્ચે યુદ્ધ થશે. સમુદ્રમાં ઐતિહાસિક શોધ થશે. સાથે જ ભયાનક તબાહીવાળા ભૂકંપ આવશે. એલિયન અને માણસોનું યુદ્ધ પૃથ્વીથી લઇને અંતરીક્ષ સુધી થશે. આ વ્યક્તિએ ટિકટોકનો ઉપયોગ કરીને લોકોને આ ચેતવણી આપી છે. તેણે કહ્યું કે, વર્ષ 2023ના અંત સુધીમાં પૃથ્વીના લોકોએ ઘણા પ્રકારની પ્રાકૃતિક આપત્તિનો સામનો કરવો પડશે.

બીજી દુનિયાના એલિયનો સાથે માણસોનું યુદ્ધ થશે. આ યુદ્ધ ઘણી દિશાઓમાં થશે એટલે કે ઇન્ટરડાયમેન્શન થશે. આ વ્યક્તિએ પોતાના ટિકટોક પર પ્રોફાઇલનું નામ બિયોન્ડટાઇમ ટ્રાવેલર રાખ્યું છે. તે એવો દાવો કરે છે કે, તે વર્ષ 2869થી છે. પ્રોફાઇલ પર લખ્યું છે બધાને ચેતવણી આપું છું કે, હું એક અસલી ટાઇમ ટ્રાવેલર છું. અહીં આ વર્ષે થનારી મોટી ઘટનાઓની સંક્ષિપ્ત જાણકારી આપી રહ્યો છું. ટાઇમ ટ્રાવેલરે જણાવ્યું કે, અમેરિકા પર ખૂબ મોટી આપત્તિ આવશે. તેણે તારીખોની લિસ્ટ પણ જાહેર કરી છે. જાણો ટાઇમ ટ્રાવેલર કઇ તારીખે શું થવાનો દાવો કરી રહ્યો છે.

18 માર્ચ 2023ના રોજ અલાસ્કાના વિસિલરમાં 8.1ની તીવ્રતાનો ભૂકંપ આવશે. ભયાનક તબાહી થશે.

26 જૂન 2023ના રોજ પ્રશાંત મહાસાગરમાં બ્લૂ વ્હેલથી મોટો જીવ મળશે. તે 350 ફૂટ લાંબો હશે.

01 ઓક્ટોબર 2023ના રોજ Goloth નામની પ્રજાતિ દેખાશે, જે માણસોથી ખૂબ જ વધારે બુદ્ધિમાન હશે.

ત્યારબાદ જ એલિયન અને માણસો વચ્ચે અંતરીક્ષની લડાઇ શરૂ થશે. ટાઇમ ટ્રાવેલરે કહ્યું કે, એલિયન આવી રહ્યા છે આપણી તરફ. આ ટિકટોક ક્લિપ પર કમેન્ટ કરનારા અલગ-અલગ વિચાર રાખી રહ્યા છે. એક યુઝરે મજાક કરતા કહ્યું કે, ‘વર્ષ 2023 ખૂબ સારું રહેવાનું છે.’ તો એકે કહ્યું કે,’ આ વસ્તુ હું વર્ષ 2021થી જોઇ રહ્યો છું.’

આ રહસ્યમય ટિકટોકર પહેલો વ્યક્તિ નથી, જે આ પ્રકારનો દાવો કરી રહી છે. અન્ય લોકો પણ આ પ્રકારના દાવા પહેલા કરી ચૂક્યા છે. એ સિવાય એક અન્ય ટિકટોકર, જેનું પ્રોફાઇલ Timevoyaging છે તેણે કહ્યું હતું કે વર્ષ 2023માં જ માણસોનો સામનો પોતાનાથી વધારે ઇન્ટેલિજેન્ટ જીવો સાથે થશે. આ સામનો ધરતીના ક્રસ્ટમાં બનેલી ગુફાઓમાં છૂપાયેલા જીવોની શોધ બાદ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp