કાંચને તોડીને કારમાં ઘૂસ્યો કાચબો, લોકો બોલ્યા ઉડ્યો કેવી રીતે, જુઓ વીડિયો

PC: facebook.com/Laditea

તમે કાચબા અને સસલાની વાર્તા તો સાંભળી જ હશે કે જેમાં ધીરે ધીરે ચાલીને કાચબો સસલાને રેસમાં હરાવે છે. કાચબો આમ સ્થળચર અને જળચર બંને ગણી શકાય. કાચબો પાણીમાં પણ રહી શકે છે અને જમીનમાં પણ. કાચબો માટી નીચે પણ સારી રીતે રહી શકે છે. તેનું ઉપરનું કઠણ પડ તેની રક્ષા કરે છે અને કાચબો તો ભારતીય સંસ્કૃતિમાં પૂજનીય પણ છે. કાચબાને પાંખ નથી હોતી પણ કાચબો ઊડી શકે ખરો? આ વાત સાંભળીને તમે વિચારમાં પડી શકો છો. પણ જ્યોર્જિયાની એક મહિલાએ ઉડતા કાચબાનો દાવો કર્યો છે.

એક ફેસબુક (Facebook) પોસ્ટે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. આ ફેસબુક પોસ્ટમાં ઉડનારા કાચબાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને વાંચીને તમને એક ક્ષણ તો હેરાની થશે. આ ફેસબુક પોસ્ટ જ્યોર્જિયામાં રહેનારી લટોનિયા લાર્ક નામની એક મહિલાએ શેર કરી છે. લટોનિયા લાર્કે હાલમાં જ પોતાના ફેસબુક અકાઉન્ટ પર ફોટો શેર કરતાં લખ્યું કે, ‘હું અને મારો ભાઈ જ્યોર્જિયાના સવાનાથી ટ્રુમેન પાર્કવે તરફ ડ્રાઈવ કરતાં જઈ રહ્યા હતા. ત્યારે જ અચાનક વિન્ડશીલ્ડ પર એક ઊડતો કાચબો ટકરાઈ જાય છે. માત્ર એટલું જ નહીં આ કાચબો અમારી વિન્ડશીલ્ડને તોડતો કારની અંદર પણ ભરાઈ જાય છે.’

આ એક્સિડેન્ટમાં હું અને મારા ભાઈનું માથું પૂરી રીતે ઈજાગ્રસ્ત થઈ શકતું હતું, પરંતુ અમે સારા છીએ. લટોનિયા લાર્ક આગળ લખે છે કે, ‘આ પોસ્ટ લખવા પાછળનું કારણ એ છે કે હું લોકોને આ રસ્તાને લઈને જાગૃત કરવા માંગુ છું કે, જ્યારે પણ કોઈ વ્યક્તિ ટ્રુમેન પાર્કવે તરફથી પસાર થાય તો સાવધાન રહે કેમ કે ક્યારેય પણ ઊડતો કાચબો તમારી ગાડી પર આવીને ટકરાઈ શકે છે. હું જણાવી દઉં કે, હાલમાં અમે સારા છીએ પરંતુ આ વાતથી પરેશાન છું કે, આખરે આ કઈ રીતે થઈ શકે છે? સાચે જ કાચબા ઊડી શકે છે?

આ આખી ઘટનામાં કાચબાની ભૂલ હતી પરંતુ તેમની પાસે કોઈ ઈન્સોરન્સ નહોતો. તેને વાઈલ્ડલાઈફ રિઝર્વવાળા લઈ ગયા, પરંતુ આ આખા અકસ્માતમાં મારા ઘણા પૈસા ખર્ચ થઈ ગયા એટલે હું તો પોતાના બિલ પર લખેલા અમાઉન્ટને જોઈને હેરાન છું. લટોનિયા લાર્ક આ ઘટનાને યાદ કરતાં જણાવે છે કે, કારની વિન્ડશીલ્ડ પર જેવો જ કાચબો આવીને ટકરાયો મને લાગ્યું કે ઈંટ આવી પડી છે પરંતુ, મેં જોયું ભારે ભરખમ કાચબો અમારી ગાડીના કાચને તોડતો અંદર ભરાઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp