ઓપરેશનમાં યુવકના પેટમાંથી નીકળી 30 ખીલ્લી, 5 ઈંચનો સળીયો, સ્ક્રૂ ડ્રાઇવર

PC: twitter.com

તમને વિશ્વાસ ભલે નહીં થાય પણ, હકીકત છે કે એક યુવકના પેટમાં દૂ:ખાવા બાદ ઓપરેશન કરવા પર ખીલ્લી, સ્ક્રૂ ડ્રાઈવર, લગભગ 5 ઈંચનો સળિયો નીકળ્યો છે. તેની સાથે જ સ્વજનો અને ડૉક્ટરો પણ નવાઈ પામી ગયા છે. હાલમાં એ યુવક કંઈ પણ કહેવાની સ્થિતિમાં નથી અને સ્વજન પણ કોઈ જાણકારી ન હોવાની વાત કહી રહ્યા છે. કાનપુર નગરની નજીકના શુક્લાગંજમાં લખનૌ માર્ગ સ્થિત એક હોસ્પિટલના મેનેજમેન્ટ નિર્દેશક પૂરી, ડૉ. રાધારમણ અવસ્થીએ જણાવ્યું હતું કે, ઉન્નાવના પોલીસ સ્ટેશન અંતર્ગત ભાતવા ગામનો રહેવાસી કમલેશના 18 વર્ષીય પુત્રને છેલ્લા 4 મહિનાથી પેટમાં દૂ:ખાવાની ફરિયાદ હતી. ઘણી જગ્યાએ દેખાડ્યા બાદ પણ કોઈ ફાયદો ન થયો. યુવક પોતાના માતા-પિતા કમલેશ સાથે બપોરે હોસ્પિટલ ગયો હતો.

તેનું અલ્ટ્રાસાઇડ કરાવ્યું તો ખીલ્લી જેવી વસ્તુઓ પેટમાં નજરે પડી તો શંકા ગઈ. રિપોર્ટના આધારે મોડી રાતે લગભગ 1 વાગ્યે ડૉ. પવન સિંહ, ડૉ. આશિષ પૂરી અને ડૉ. સંતોષની ટીમે એ યુવકનું તાત્કાલિક ઓપરેશન કર્યું. ઓપરેશનમાં તેના પેટમાંથી 4 ઇંચ લાંબી 30 ખીલ્લી, એક 5 ઇંચ લાંબો સળિયો, એક સ્ક્રૂડ્રાઇવર અને 4 સિવણની સોઈ નીકળી. આ જોઈને ડૉક્ટરોની ટીમ અને મેડિકલ સ્ટાફ પણ સ્તબ્ધ રહી ગયા હતા. સ્વજનોને જાણકારી આપવામાં આવી તો તેઓ પણ પરેશાન થઈ ગયા હતા.

પરિવારજનો પણ પીડિત યુવકના પેટમાંથી નીકળેલા સામાનની જાણકારી ન આપી શક્યા અને પૂછવા પર યુવક પણ ન જણાવી શક્યો. ડૉ. આશિષ પૂરી જણાવ્યું કે, સોઈ અને ખીલ્લી ગળી શકીએ છીએ, પરંતુ રેતી, સળીયો અને સ્ક્રૂડ્રાઇવર પેટની અંદર જવાની વાત ગળે નથી ઊતરતી. તેમણે જણાવ્યું કે, એક્સરે અને સિટી સ્કેનમાં બધુ દેખાઈ રહ્યું હતું, તેના આધારે ઓપરેશન કરવામાં આવ્યું. યુવક માનસિક રોગી હોવાનું લાગી રહ્યું છે, સંભવ છે કે આ કારણે જ આ બધુ ગળી લીધું હશે. જિલ્લા હોસ્પિટલના સર્જન ડૉ. સંજય વર્માએ કહ્યું હતું કે, માનસિક રોગી આ પ્રકારની હરકત કરે છે. સોઈ અને ખીલી ગળી શકીએ છીએ, પરંતુ સ્ક્રૂડ્રાઈવર, રેતી, સળીયાનો ટુકડો ગળવાની વાત સમજમાં નથી આવતી. સંભવ છે કે આ બધી વસ્તુ ગુદા માર્ગના રસ્તે નાંખી દીધી હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp