મહિલા ડાન્સ કરી રહી હતી પણ ગણતરીની સેકન્ડમાં થયું એવું કે....

PC: indiatimes.com

રીલ્સ જોવી આજે મોટા ભાગના લોકોની ટેવ બની ગઈ છે. લોકો આખા દિવસમાં એકવાર તો કોઈ રીલ જોવે જ છે. દુનિ્યામાં રીલ્સ જોનારો વર્ગ એટલો મોટો છે કે, કોઈ વીડિયો ગણતરીના કલાકમાં વાયરલ થઈ જાય છે અને તેના પર કરોડો વ્યૂ પણ આવી જાય છે. સોશિયલ મીડિયા પરના મનોરંજન વચ્ચે એક ચોંકાવનારો વીડિયો ફોરવર્ડ થઈ રહ્યો છે. વેબ પર તેને શેર કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં સામે આવેલા એક વીડિયોમાં એક મહિલા ઘરમાં ડાન્સ કરી રહી છે.

 

તે પોતાના ડાન્સ સ્ટેપને શુટ કરવા માટે વીડિયો રેકોર્ડિંગ કરી રહી હતી. પરંતુ, આ રેકર્ડિંગની દસમી સેકન્ડે એવું કંઈક થયું કે, વાત મૂકી દો. આ વીડિયોને ઈન્ટરનેટ પર હજારો-લાખો વ્યૂ મળી રહ્યા છે. આ વીડિયો સૌ પ્રથમ ટ્વિટર યુઝર @rahm3shએ શેર કર્યો હતો. આ વીડિયો અત્યાર સુધીમાં લાખો વ્યૂ મેળવી ચૂક્યો છે. આ ઉપરાંત હજારો લાઈક્સ પણ મળ્યા છે. જ્યારે હજારથી વધારે વખત રીટ્વિટ થયા છે. આ વીડિયોમાં મહિલા શરૂઆતમાં ડાન્સ કરી રહી છે. ત્રણ ચાર મૂવ્ઝ કર્યા બાદ એક એવો સ્ટેપ કરે છે જેને જોઈને પ્રજા ચોંકી જાય છે. મહિલા ડાન્સ કરતી વખતે પોતાનું બેલેન્સ ગુમાવી દે છે. પછી કાંચના દરવાજા સાથે ધડાકાભેર અથડાય છે અને જમીન પર પડી જાય છે. આ જોઈને અનેક લોકોને શોક લાગે છે.

 

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેના પર અનેક લોકો જુદી જુદી કોમેન્ટ કરી રહ્યા છે. વીડિયોમાં જે યુવતી ડાન્સ કરે છે એનું નામ લેલે પોન્સ છે. જે એક યુટ્યુબર છે. તે એક ઈન્ટરનેટ સેલિબ્રિટી છે. સાથે સાથે એક ગાયક, મોડલ, ડાન્સર અને એક ટીવી હોસ્ટ છે. ઈન્સ્ટાગ્રામ પર તેનું એકાઉન્ટ છે એના ઉપર પણ આ વીડિયો તેણે પોસ્ટ કર્યો છે. 40.1m જેટલા તેના ફોલોઅર્સ છે. તે હાલ અમેરિકામાં રહે છે અને ઈન્ટરનેટ પરથી પોતાના ગીત તથા ડાન્સના વીડિયો શેર કરે છે. આ વીડિયો તેણે TikTok પર તૈયાર કર્યો છે. જેમાં તે કહે છે કે, જ્યારે તમે કંઈક ડાન્સ શીખતા હોવ ત્યારે આવું થયા કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp