શરીર પર આ 7 નિશાન ધરાવતી મહિલાને માનવામાં આવે છે નસીબદાર

PC: twitter.com

દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય છે કે તેની લાઇફમાં દરેક સમયે કિસ્મત તેનો સાથ આપે. જોકે મહિલાઓ અને પુરુષ બંનેના શરીર પર કેટલાક નિશાન હોય છે જેનાથી તેમની કિસ્મત કેવી છે એ જાણી શકાય છે. કેટલાક નિશાન એવા હોય છે જેને ભાગ્યશાળી માનવામાં આવે છે. તો એવી જ કેટલીક ગૂડ લક સાઇન વિશે ચર્ચા કરીએ.

પગ પર તલ– હસ્તરેખાના શાસ્ત્ર મુજબ જો કોઈ મહિલાના પગના તળિયામાં ત્રિકોણની સાઇન હોય તો એને બુદ્ધિમાન અથવા તો સમજદાર જણાવી શકાય છે. એવું કહેવાય છે કે આવી મહિલાઓ હંમેશાં બીજાઓની મદદ માટે આગળ રહે છે.

નાભિ પાસે તલ– એવું કહેવાય છે કે કોઈ મહિલાની નાભિની નીચે અથવા તો એની આસપાસ તલ અથવા તો મસો હોય તો તેને ફેમિલી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ નિશાન તેમને ભાગ્યશાળી બનાવવાની સાથે સુખી-સમુદ્ધ બનાવવાનો સંકેત પણ આપે છે.

પગનો અંગૂઠો– એવું કહેવાય છે કે જે મહિલાનો પગનો અંગૂઠો લાંબો હોય તેણે લાઇફમાં ઘણાં દુઃખ સહન કરવા પડે છે. જોકે મહિલાનો અંગૂઠો જાડો, ગોળ અને લાલ હોય તો તેને ભાગ્યશાળી માનવામાં આવે છે.

તળિયામાં તલ– શાસ્ત્રો મુજબ જે પણ મહિલાના પગના તળિયા પર શંખ, કમળ અથવા તો ચક્ર જેવી આકૃતિ બની હોય તેને ઘણી ભાગ્યશાળી કહેવામાં આવે છે. આવી મહિલાઓ કંપનીમાં મોટા પદ પર હોય છે અથવા તો તેના નસીબને કારણે તેનો પાર્ટનર મોટા પદ પર હોય શકે છે.

નાક પર તલ અથવા મસો– જો કોઈ મહિલાની નાકની આસપાસ તલ અથવા તો મસો હોય તો એને ખરેખર ગૂડલક માનવામાં આવે છે. તેમની લાઇફમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

જીભની બનાવટ– જે મહિલાઓની જીભ ખૂબ જ ગુલાબી અને કોમળ હોય તેમને ખુશીઓની પ્રતીક માનવામાં આવે છે. આવી મહિલાઓ ઘરમાં હોવાથી ઘરમાં હંમેશાં ખુશીભર્યો માહોલ રહે છે.

આંખ– હરણ જેવી ખૂબસુંદર આંખોવાળી મહિલાઓ પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવી મહિલાઓ પ્રેમ અને ખુશી લઈને જીવનમાં આવે છે. આંખની કોર્નરનો ભાગ લાલ હોય તો આ મહિલા ભાગ્યવાન હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp