ધરતીનો કયો જીવ ચંદ્ર પર આરામથી રહી શકે છે? તેને નથી પડતી ઓક્સિજનની જરૂરિયાત
કોઈ પણ જીવને જીવિત રહેવા માટે પહેલી શરત છે કે તે કોઈ પણ રૂકાવટ અને પરેશાની વિના શ્વાસ લઈ શકે. શ્વાસ લેવા માટે વાતાવરણ અને તેમાં ઑક્સિજન હોવો જરૂરી છે. તમે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યું હશે કે પ્રદૂષણના કારણે જો કોઈ જગ્યાએ વાતાવરણમાં ઓક્સિજનનો અભાવ થઈ જાય છે તો શ્વાસ લેવું મુશ્કેલ થઈ જાય છે. આજકાલ ચંદ્ર અને ચંદ્રમા પર જીવનની ખૂબ ચર્ચા થઈ રહી છે, પરંતુ ચન્દ્રનું કોઈ વાતાવરણ નથી. એવામાં ઑક્સિજન વિના ત્યાં શ્વાસ લેવું અસંભવ છે, પરંતુ શું તમે જાણો છો કે ધરતીનો એક એવો જીવ છે જે ચંદ્ર પર કોઈ પણ પરેશાની વિના સરળતાથી જીવિત રહી શકે છે.
નેશનલ અકાદમી ઓફ સાયન્સિસમાં પ્રકાશિત શોધ રિપોર્ટ મુજબ, પહેલા એવા પ્રાણીની ઓળખ કરવામાં આવી છે જેને શ્વાસ લેવા માટે ઓક્સિજનની જરાય જરૂરિયાત હોતી નથી. સંશોધનકર્તાઓ મુજબ માત્ર 8 મિમીનો આ સફેદ પરોપજીવી હેનેગુયા સાલમિનિકોલા એકમાત્ર એવું પ્રાણી છે જે શ્વાસ લેતી વખત ઓક્સિજનનો ઉપયોગ કરતો નથી. આ સફેદ પરોપજીવી જ ચિનૂક સેલ્મના માંસને સંક્રમિત કરે છે. સંશોધનકર્તા અત્યાર સુધી એ જાણકારી મેળવી શક્યા નથી કે સફેદ પરોપજીવી હેનેગુયા સાલમિનિકોલા જીવન માટે જરૂરી ઉર્જા ક્યાંથી હાંસલ કરે છે.
વિજ્ઞાન કહે છે કે બહુકોશિય જીવ ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયા માઇટોકોન્ડ્રિયામાં પૂરી થાય છે. ન્યૂ સાયન્ટિસ્ટના રિપોર્ટ મુજબ, આ પ્રક્રિયા માટે હેનેગુયા માઇટોકોન્ડ્રિયા પાસે પોતાના પોતાના જીન છે. જ્યારે વૈજ્ઞાનિકોએ પરોપજીવીમાં એ જીનની શોધ કરી તો તે સંપૂર્ણ પણે ગેરહાજર હતા. વૈજ્ઞાનિકો અત્યાર સુધી એ જાણકારી મેળવી શક્યા નથી કે હેનેગુયા સાલમિનિકોલાએ શ્વાસ લેવા માટે જરૂરી જીનને કેમ ગુમાવી દીધા? જો કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેને પોતાના મેજબાનથી જીવન માટે જરૂરી ઉર્જા મળે છે.
હેનેગુયા સાલમિનિકોલા સેલમન માછલીની અંદર જોવા મળતો પરોપજીવી છે. જે ઑક્સિજન વિના જીવિત રહે છે. હેનેગુયા સાલમિનિકોલાને જોઈને વૈજ્ઞાનિક સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું આગળ જઈને માણસ પણ એવું કરી શકશે? ઉલ્લેખનીય છે કે હેનેગુયા સાલમિનિકોલાની શોધ બાદ સદીઓથી ચાલતી આવતી વૈજ્ઞાનિકોની ધારણાઓ હાલી ગઈ છે. હવે વૈજ્ઞાનિકોને લાગે છે કે આ બહુકોશિય જીવને જેમ માણસ પણ ઑક્સિજન વિના જીવિત રહી શકે છે. આ સમુદ્રી જીવ જેલીફિશની જેમ દેખાય છે. હેનેગુયા સાલમિનિકોનાની શોધ બાદ વૈજ્ઞાનિક આ દિશામાં શોધની તૈયારી કરી રહ્યા છે કે કદાચ ઑક્સિજન વિહીન બીજા ગ્રહો પર પણ જીવન ઉપસ્થિત હોય, જે અત્યાર સુધી આપણને નજરે પડ્યું ન હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp