રાષ્ટ્રગીત કોણે લખ્યું હતું? છોકરીનો જવાબ સાંભળીને માથું પકડી લેશો, જુઓ વીડિયો
સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ ઝડપથી વધુ વાયરલ થઈ જતું હોય છે. મોટા ભાગે રોજ કંઈક ને કંઈક સોશિયલ મીડિયા પર વાયરલ થતું કોઈ છે. પછી તે કોઈ ફોટો હોય કે વીડિયો. અત્યારે તો લોકોને રીલ્સ બનાવવામાં ખૂબ રસ હોય છે. યુવાધન આજે રીલ્સ પાછળ ગાંડુ થયું છે. રાતો રાત સ્ટાર બનવા માટે હવે રીલ્સ બનાવવા લોકો કંઇ પણ કરી રહ્યા છે. તેમાંથી કેટલાક વીડિયો ખૂબ ફની થઈ જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે આપણા રાષ્ટ્રગીતને લઈને છે. તેમાં તમે છોકરીનો જવાબ સાંભળી માથું પકડી લેશો.
ભારતનું રાષ્ટ્રગીત કોણે લખ્યું? ઓછા ભણેલા ગણેલા લોકો પણ તેનો જવાબ સરળતાથી આપી શકે છે, પરંતુ એક છોકરી તરફથી જે જવાબ આપવામાં આવ્યો, એ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સરે યુવતીને પૂછ્યું કે ભારતનું રાષ્ટ્રગીત કોણે લખ્યું છે? તેનો જવાબ આપતા તે સિંગર અરિજિત સિંહનું નામ લે છે. યુવતીનો આ જવાબ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે અને લોકો કમેન્ટ કરીને કહી રહ્યા છે કે આખરે એક દેશ તરીકે આપણે ક્યાં જઇ રહ્યા છીએ?
Arijit Singh 😭😭😭
— Shikhar Sagar (@crazy__shikhu) July 1, 2024
Bankim Chandra Chattopadhyay must be crying in heaven somewhere pic.twitter.com/BHX9JaeUTa
એક યુઝરે લખ્યું કે, આ છોકરીને કદાચ અરિજિત સિંહનું ગીત લહેરા દો લહેરા દો જ રાષ્ટ્રગીત લાગે છે. રસપ્રદ વાત એ છે કે વીડિયોમાં 7-8 છોકરીઓને દેખાડવામાં આવે છે, પરંતુ કોઈ પણ તેનો સાચો જવાબ આપી શકતી નથી. એક છોકરીએ તો તેનો જવાબ અરિજિત સિંહ તરીકે આપીને બધાને ચોંકાવી દીધા છે. તો અન્ય ઘણી છોકરીઓ કહે છે કે રાષ્ટ્રગીત રવીન્દ્રનાથ ટેગોરે લખ્યું હતું. એક છોકરીએ તો અહી સુધી કહી દીધું કે હું નથી જાણતી કે રાષ્ટ્રગીત શું હોય છે. તો 2 છોકરીઓએ કહ્યું કે, કદાચ બંગાળના કોઈ વ્યક્તિએ એ લખ્યું હતું, પરંતુ અમને નામ યાદ આવી રહ્યું નથી.
એ સિવાય મોટા ભાગના લોકોએ રવીન્દ્રનાથ ટેગોરનું નામ લીધું. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ની રચના બંગાળના ક્રાંતિકારી બંકિમચંદ્ર ચેટર્જીએ કરી છે. તેને રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો રવીન્દ્રનાથ ટેગોરે દેશનું રાષ્ટ્રગાન ‘જણ ગણ મન’ લખ્યું હતું. જો કે, આ સરળ સવાલનો જવાબ છોકરીઓ તરફથી જે આપવામાં આવ્યો છે તે હેરાન કરનારો અને દૂરભાગ્યપૂર્ણ છે. ઘણા યુઝર્સે વીડિયો પર ટિપ્પણી કરતા કહ્યું કે, યુવા પેઢી ક્યાં જઇ રહી છે. ઉલ્લેખનીય છે કે બંકિમ ચંદ્ર ચેટર્જીએ લખ્યું ‘વંદે માતરમ પહેલી વખત કોંગ્રેસ અધિવેશનમાં 1896માં ગવાયું હતું. આ અધિવેશનની અધ્યક્ષતા રહમતુલ્લાહ સયાનીએ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp