દુલ્હન બનાવવાની તૈયારીમાં હતી દીકરી, પિતાના દિમાગમાં હતું કંઈક બીજું જ

PC: wallpapers.com

એક મહિલાનું કહેવું છે કે તેને પોતાના લગ્નના બે મહિના અગાઉ ઝટકો લાગ્યો. જ્યારે તેને ખબર પડી કે તેના પિતાએ લગ્ન માટે જમા કરેલા પૈસા ચોરી કરી લીધા છે. હવે તે પોતાના પિતા સાથે સંબંધ તોડવાના વિચાર કરી રહી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર પોતાની ઓળખ છુપાવતા આ કહાની શેર કરી છે. તેણે જણાવ્યું કે, લગ્ન માટે તેના દાદાએ કેટલાક પૈસા જમા કર્યા હતા. ત્યારબાદ તેના પિતાએ ચોરી કરી લીધા. ત્યારબાદ તેણે અને તેના પતિએ મુશ્કેલીથી પૈસાની વ્યવસ્થા કરી, ત્યારે જઈને તેમના લગ્ન થઈ શક્યા.



મિરર યુકેના રિપોર્ટ મુજબ, મહિલાએ જણાવ્યું કે, પહેલા તો તે પોતાના બોયફ્રેન્ડ સાથે ભાગીને લગ્ન કરવાની હતી. પરંતુ પછી બંનેએ પોત પોતાના પરિવારને લગ્ન માટે મનાવ્યા અને પારંપરિક રીતે લગ્ન કરવાનો નિર્ણય લીધો, પરંતુ તેનાથી બે મહિના અગાઉ જ પૈસા ચોરી થઈ ગયા. તેણે કહ્યું કે, અમે લગ્નના 8 મહિના અગાઉ પોતાના માતા-પિતાને બજેટને લઈને વાત કરી હતી અને બંને તરફથી કહેવામાં આવ્યું કે અમને પૈસા આપવામાં આવશે. મારી સાસુએ પૈસા આપી દીધા હતા.

AITAH FOR TELLING MY GRANDPA MY DAD STOLE MY WEDDING MONEY
byu/Notyourgirlxoxo inAITAH

મહિલાએ આગળ કહ્યું કે, આ પૈસાથી અમે ડાઉન પેમેન્ટ કર્યું અને મેરેજ હૉલ બુક કરાવ્યો. પોતાના પરિવાર તરફથી મળનારા પૈસા અમે ભોજન સાથે જોડાયેલો ખર્ચ કરવાના હતા. જો કે, અંતિમ મિનિટ પર પિતાએ પૈસા આપવાની ના પાડી દીધી. મહિલાએ કહ્યું કે, તેના દાદાએ તેના લગ્ન માટે પૈસા જમા કર્યા હતા, પરંતુ પૈસા ચોરી લીધા. તેણે આ વાત ઘરે ન બતાવી, જેથી પરિવારમાં તણાવ ઉત્પન્ન થાય.

તેની કહાની વાંચીને સોશિયલ મીડિયા યુઝર્સે હેરાની વ્યક્ત કરી છે. કેટલાક લોકોએ સલાહ આપી કે તેણે પોતાના પિતા બાબતે બધાને કહી દેવું જોઈએ. એક યુઝરે લખ્યું કે, તારે પોતાના દાદાને જરૂર કહેવું જોઈએ તારા પિતાએ તેના પૈસા પણ ચોરી કર્યા છે. એક અન્ય યુઝરે લખ્યું કે, તમારા પિતાએ તારી અને તારા દાદા પાસેથી ચોરી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp