ગર્લફ્રેન્ડના ફોન રિચાર્જથી દેવામાં ડૂબેલા બોયફ્રેન્ડે બનાવ્યું ગીત, જુઓ વીડિયો

PC: indiatimes.com

દુનિયામાં એવા ઘણાં પ્રેમી પંખીડા છે, જે પોતાના પ્રેમને જાહેર કરવા અમુક ખાસ રીત પસંદ કરતા હોય છે. તો અમુક હટકે રીતે જ પોતાના પ્રેમને જાહેર કરે છે. સોશિયલ મીડિયા પર એવા ઘણાં વીડિયો અને ફોટો રોજ વાયરલ થતા રહે છે. જેમાં ક્યારેય નોખા તો ક્યારેક અજીબ રીતે લોકોનું ધ્યાન ખેંચી લે છે. પ્રેમ જાહેર કરવાની અમુક રીતો લોકોનું દિલ જીતી લે છે, તો અમુક હસાવી દે છે. હાલમાં જ પ્રેમથી જોડાયેલ આવો જ એક લેટર વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇ તમે પણ પોતાની હાંસી કન્ટ્રોલ કરી શકશો નહીં.

ગર્લફ્રેન્ડના રિચાર્જથી પરેશાન

કહેવામાં આવે છે કે, પ્રેમમાં ક્યારેય વાતો ખતમ થતી નથી. પણ ઘણીવાર લાંબા અંતરને કારણે આ વાતો પાછળનું બીલ માથાનો દુખાવો બની જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પ્રેમીએ પોતાનો એક કિસ્સો શેર કર્યો. વીડિયોમાં એક લેટર જોવા મળી રહ્યો છે. જેમાં તે વ્યક્તિએ હિંદી ફિલ્મ ‘દિલવાલે’ના ગીત ‘જીતા થા જીસકે લિયે’ ની ધુન પર કંઇક લખ્યું છે. જેને તે ગાઇને પણ સંભળાવી રહ્યો છે. આ લેટરમાં દેવાથી જોડાયેલ પોતાનું દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. વીડિયો સાંભળી તમને પણ લાગશે કે વ્યક્તિ દેવાથી પરેશાન છે. વીડિયોમાં તે વ્યક્તિ કહે છે, તે પોતાની ગર્લફ્રેન્ડનું મોબાઈલ રિચાર્જ કરાવતો હતો, તેનાથી તે પરેશાન છે.

 
 
 
View this post on Instagram

A post shared by ミ★ SAMAR ★彡 (@simplyeedits)

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો 10 ઓક્ટોબરના રોજ શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 17 લાખ 55 હજારથી વધારે લાઇક્સ મળી ચૂકી છે. લોકો આ વીડિયો પર ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, આ મારું ગીત શા માટે ગાઈ રહ્યો છે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, અમને પણ દુખ થઇ રહ્યું છે. તો ત્રીજા યૂઝરે લખ્યું કે, આ સીધી રીતે દિલ પર હુમલો છે. ભાઈ હું હજુ સુધી આ દેવુ નથી ચૂકવી શક્યો. તેણે મને લૂંટી લીધો. આ જોઇ દુખ થઇ રહ્યું છે કે તમે પણ આ સમસ્યામાંથી પસાર થઇ રહ્યા છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp