સમયની કિંમત: ટ્રાફિક વચ્ચે ફોનથી વાંચતો દેખાયો Zomatoનો ડિલિવરી બોય

PC: odishatv.in

જ્યારે તમે ધ્યાન આપશો તો આ સમાજમાં બે પ્રકારના લોકો નજરે પડશે. એક એ લોકો છે જેમની પાસે સંસાધનની કમી હોતી નથી, છતા તેઓ કોઈ કામ કરતા નથી કે ખચકાય છે. તો કેટલાક લોકો એવા પણ હોય છે, જેમની પાસે સંસાધન અને સમયની કમી હોય છે, પરંતુ તેમની અંદર કંઈક કરી છૂટવાની ધગસ હોય છે. આ સમયે સોશિયલ મીડિયા પર બીજા પ્રકારના એક વ્યક્તિનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ તમે તેનાથી પ્રેરિત થાવ એ નક્કી છે. આવો આ આર્ટિકલમાં જાણીએ આ વીડિયો કોનો છે અને એ વીડિયોમાં શું કરી રહ્યો છે.

ટ્રાફિક વચ્ચે અભ્યાસ:

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ખબર પડે છે કે, સિગ્નલ રેડ થવાના કારણે ઘણી ગાડીઓ ઊભી રહી છે. એ જ ગાડીઓ વચ્ચે બાઇક પર બેઠો Zomato ડિલિવરી બોય પણ ઊભો રાખેલો હોય છે અને પોતના ફોનમાં કંઈક જોઈ રહ્યો છે. વીડિયો બનાવનાર વ્યક્તિએ તેના ફોન પર ઝૂમ કર્યું તો નજરે પડ્યું કે તે એક શિક્ષકનો વીડિયો જોઈ રહ્યો છે, જેમાં તે કંઈક ભણાવી રહ્યો છે. આ વીડિયોને X (અગાઉ ટ્વીટર) પર @ayusshsanghi નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું કે, આ વીડિયો જોયા બાદ મને નથી લાગતું કે તમને સખત મહેનતથી વાંચવા માટે વધુ કોઈ મોટિવેશનની જરૂરિયાત હશે. અત્યાર સુધી આ વીડિયોને 70 હજારથી વધુ લોકોએ જોયો છે. વીડિયો જોયા બાદ લોકો પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તેનાથી વધુ પ્રેરણાદાયક કંઇ નહીં હોય શકે. અન્ય એક યુઝરે લખ્યું કે, એવી જ રીતે મહેનત કરતા રહો.

તો કેટલાક લોકોએ તેને ખતરનાક બતાવ્યું. એક યુઝરે લખ્યું કે, આ ખોટી પ્રેરણા છે, તેનાથી અકસ્માત પણ થઈ શકે છે. અન્ય એક યુઝરે લખ્યું કે, સારી વાત છે, પરંતુ પોતાની અને બીજાઓની સુરક્ષાનું શું? એટલું જ નહીં કેટલાક લોકોનો દાવો છે કે તે રીલ્સ જોઈ રહ્યો છે. એક યુઝરે લખ્યું રીલ છે એ, સારી રીતે જુઓ. બીજા એક યુઝરે લખ્યું સર એ રીલ્સ જોઈ રહ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું કે, એ શોર્ટ્સ જોઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp