સાંસદો લોકસભા લડ્યા એટલે રાજ્યસભાની 10 સીટો ખાલી થઇ ગઇ, તેમાં ભાજપની 7 છે

રાજ્યસભાના 10 સભ્યોએ લોકસભા ચૂંટણી લડી અને જીત્યા એટલે 10 બેઠકો ખાલી પડી છે. જેમાં આસામ, બિહાર, મહારાષ્ટ્રની 2-2 સીટો છે અને હરિયાણા, રાજસ્થાન, ત્રિપુરાની એક-એક સીટ છે.

કામાખ્યા પ્રસાદ તાસા આસામથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા, તેઓ કાજીરંગી સીટથી લોકસભા જીત્યા, સર્બાનંદ સોનોવાલ આસામથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા, તેઓ ડિબ્રુગઢથી લોકસભા જીત્યા, મીસા ભારતી બિહારથી RJDના રાજ્યસભા સાંસદ હતા, તેઓ પાટલીપુત્રથી જીત્યા, વિવેક ઠાકુર બિહારથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા, નવાદાથી જીત્યા, છત્રપતિ ઉદયનરાજ ભોસલે મહારાષ્ટ્રથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા, સતારાથી જીત્યા, પીયુષ ગોયલ મહારાષ્ટ્રથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા, મુંબઇ નોર્થથી જીત્યા, દીપેન્દ્ર હુડ્ડા, હરિયાથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ હતા, રોહતકથી જીત્યા, જ્યોતિરાદિત્ય સિંધીયા મધ્ય પ્રદેશથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા, ગુનાથી જીત્યા, કે સી વેણુગોપાલ રાજસ્થાનથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ હતા, કેરળી આલપ્પુઝા બેઠક પરથી જીત્યા, બિપ્લવ કુમાર દેવ ત્રિપુરાથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા, ત્રિપુરા વેસ્ટથી જીત્યા. હવે 10 નવા રાજ્યસભા સાંસદ બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp