ખાનગી કંપનીઓમાં સ્થાનિકોને 100 ટકા અનામત બિલ કર્ણાટક સરકારે પાછું કેમ લીધું?
કર્ણાટકની કોંગ્રેસ સરકારે ખાનગી કંપનીમાં સ્થાનિકોને 100 ટકા નોકરી આપવાનું બિલ હાલ પુરતુ મોકુફ રાખ્યું છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગુરુવારે વિધાનસભામાં બિલ રજૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ ભારે હોબાળો મચવાને કારણે બિલ રજૂ ન થઇ શક્યું. કર્ણાટક સરકારે મેનેજમેન્ટ પદ માટે સ્થાનિકોને 50 ટકા, નોન મેનેજમેન્ટમ માટે 75 ટકા અને સી અને ડી કેટેગરીમાં 100 ટકા અનામતની વાત કરી હતી. પરંતુ ઉદ્યોગકારો અને રાજકારણીઓ જબરદસ્ત વિરોધ કર્યો હતો.
કર્ણાટક સરકારે બિલનું નામ કર્ણાટક સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેંડીડેટ્સ ઇન ધ ઇન્ડસ્ટ્રીઝ, ફેક્ટરીઝ અને અધર એસ્ટાબ્લીશમેન્ટ આપ્યુ હતું. આ પહેલાં આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક,તેલંગાણા, મધ્ય પ્રદેશ, હરિયાણા, ઝારખંડની સરકારો આવા બિલ લાવી ચૂકી છે, પરંતુ સફળતા મળી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp