ભાજપના 12 સાંસદ ધારાસભ્ય બન્યા, જાણો પગારમાં કેટલો ઘટાડો-વધારો થશે

PC: aajtak.in

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 21 સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમાંથી 12ની જીત થઈ હતી.અત્યાર સુધીમાં 11 સાંસદોએ સાંસદોના રાજીનામા આપ્યા છે. કેન્દ્રીય મંત્રી રેણુકા સિંહે હજુ રાજીનામું આપવાનું બાકી છે.

વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા આ સાંસદો હવે ધારાસભ્ય બની ગયા છે તો તેમનું સ્થાન પણ બદલાશે. અત્યાર સુધી તેઓ દિલ્હીમાં બેસતા હતા, પરંતુ હવે તેમનું સ્થાન રાજ્યની રાજધાનીમાં હશે. માત્ર રહેઠાણ જ નહીં પરંતુ તેમનો પગાર પણ વધશે કે ઘટશે.

લોકસભા અને રાજ્યસભાના સાંસદોનો માસિક બેઝિક પગાર 1 લાખ રૂપિયા છે. આ સિવાય જ્યારે સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે દરરોજ 2000 રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવે છે. આ સાથે મતવિસ્તાર માટે 70 હજાર રૂપિયા અને ઓફિસ ખર્ચ માટે 60 હજાર રૂપિયાનું ભથ્થું આપવામાં આવે છે.

મધ્ય પ્રદેશથી કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ પટેલ ઉપરાંત રાકેશ સિંહ, ઉદય પ્રતાપ સિંહ અને રીતિ પાઠક વિધાનસભા ચૂંટણી જીત્યા છે. આ પાંચેય સાંસદ પદેથી પણ રાજીનામું આપી દીધા છે. હાલમાં, મધ્ય પ્રદેશમાં ધારાસભ્યોને દર મહિને 1.10 લાખ રૂપિયા મળે છે. આમાં મૂળ પગાર 30 હજાર રૂપિયા છે. બાકીના 70 હજાર રૂપિયા ભથ્થા તરીકે આપવામાં આવે છે.

મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીને 2 લાખ, કેબિનેટ મંત્રીઓને 1.70 લાખ અને રાજ્યકક્ષાના મંત્રીઓને 1.45 લાખ રૂપિયા પગાર-ભથ્થા તરીકે મળે છે.મધ્ય પ્રદેશ સરકારે આ વર્ષે ધારાસભ્યોના પગારમાં 40 ટકા પગાર વધારો કરવાની દરખાસ્ત મુકેલી છે, પરંતુ આ દરખાસ્ત હજુ મંજૂર નથી થઇ.

છત્તીસગઢમાં ગોમતી સાઈ, અરુણ સાઓ અને રેણુકા સિંહ ચૂંટણી જીત્યા છે. રેણુકા સિંહ સિવાય અન્ય બંનેએ સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું છે.

છત્તીસગઢ વિધાનસભાની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર અહીંના ધારાસભ્યોને દર મહિને 1.17 લાખ રૂપિયાનો પગાર અને ભથ્થાં મળે છે. આમાં મૂળ પગાર 20 હજાર રૂપિયા છે.

છત્તીસગઢમાં મુખ્યમંત્રીને 1.32, 500 રૂપિયા, મંત્રીઓને 1,17,500, રાજ્યકક્ષાના મંત્રીઓને 1,07,500નો પગાર અને ભથ્થા મળે છે.

રાજસ્થાનમાં કિરારી લાલ મીણા, દિયા કુમાર, રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને મહંત બાલકનાથ વિધાનસભા ચૂંટણી જીત્યા છે. આ તમામે સાંસદમાંથી રાજીનામું આપી દીધા છે.

રાજસ્થાનમાં ઓગસ્ટ 2019માં જ પગાર અને ભથ્થાંમાં વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં રાજસ્થાનમાં ધારાસભ્યોને દર મહિને 40 હજાર રૂપિયાનો મૂળ પગાર મળે છે. આ ઉપરાંત મતવિસ્તાર માટે 75 હજાર રૂપિયાનું ભથ્થું પણ મળે છે.

આ બધા સિવાય સત્ર દરમિયાન દરરોજ 2,000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવે છે. ઉપરાંત ટેલિફોન બિલ માટે દર મહિને 2,500 રૂપિયા મળે છે.

જો કોઈ સાંસદમાંથી ધારાસભ્ય બને છે તો તેને સાંસદના પેન્શનની સાથે ધારાસભ્યનો પગાર પણ મળશે. અને ધારાસભ્ય પદ છોડ્યા બાદ સાંસદ અને ધારાસભ્ય બંનેનું પેન્શન મળે છે.

હાલમાં લોકસભાના પૂર્વ સાંસદોને દર મહિને 25,000 અને રાજ્સસભાના પૂર્વ સાંસદોને 27,000 રૂપિયા પેન્શન મળે છે. દર 5 વર્ષે પેન્શનમાં 2 હજાર રૂપિયાનો વધારો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp