PM મોદીના બીજા કાર્યકાળના 20 મંત્રીઓ આ વખતે કપાઇ ગયા

PC: khabarchhe.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 9 જૂન, રવિવારે સાંજે શપથવિધિ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કરવામાં આવ્યો છે. તેમની સાથે 63 જેટલા મંત્રીઓ પણ શપથ લઇ શકે છે. આ વખતે ભાજપને બહુમતી નહીં મળવાને કારણે સાથી પક્ષોના ગઠબંધનમાં ભાજપે સરકાર બનાવવાની નોબત ઉભી થઇ છે એટલે ભાજપના જૂના મંત્રીઓ કપાઇ ગયા છે.

PM મોદીના બીજા કાર્યકાળમાં જે દિગ્ગજ મંત્રીઓ સામેલ હતા તેમાંથી 20 મંત્રીઓના નામ કપાઇ ગયા છે. આ મંત્રીઓને ન તો PM ઓફિસમાંથી ફોન ગયો છે કે ન તો તેઓ રવિવારે PM હાઉસમાં સવારે મળેલી બેઠકમાં હાજર હતા.

અજય ભટ્ટ, સાધ્વી નિરંજન જ્યોતિ, મીનાક્ષી લેખી, રાજકુમાર રંજન સિંહ,જનરલ વી. કે. સિંહ, આર કે સિંહ, અર્જૂન મુંડા, સ્મૃતિ ઇરાની, અનુરાગ ઠાકુર, રાજીવ ચંદ્રશેખર, નિશીથ પ્રમાણિક, અજય મિશ્રા ટેની, સુભાષ સરકાર, જોન બારલા, ભારતી પવાર, અશ્વીન ચૌબે, રાવસાહેબ દાનવે, કપિલ પાટીલ, નારાયણ રાણે અને ભગવત કરાડ નવી ટીમમાં નહીં હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp