ગુજરાત કોંગ્રેસના 6 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાવવાની ચર્ચા
લોકસભા 2024ની ચૂંટણીને હવે વધારે સમય રહ્યો નથી ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના 6 જેટલાં પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાવાવની ચર્ચા ચાલી રહી છે. ઘણા બધા કોંગ્રેસના નેતાઓ ભાજપના સંપર્કમાં છે અને વિધાનસત્રા સત્ર પહેલાં કોંગ્રેસ મોટાં ગાબડાં પડી શકે છે.
જાણવા મળેલી વિગત મુજબ દાણી લીમડીના શેલેષ પરમાર, માંગરોળના બાબુ વાજા, રાધનપુરના રધુ દેસાઇ, રાજુલાના અંમરીશ ડેર, જુનાગઢના ભીખા જોશી, સોમનાથના વિમલ ચુડાસમા, ધોરાજીના લલિત વસોયા કોંગ્રેસ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે અને ગમે ત્યારે પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં જઇ શકે છે. કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે, ભાજપે તો લોકસભાની તૈયારી ક્યારની ચાલું કરી દીધી છે અને કોંગ્રેસમાં હજુ ડેમેજ કંટ્રોલ કરનારું કોઇ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp