લોકસભા ચૂંટણી પહેલા મોટો સર્વે, ભાજપને કેટલી બેઠકો મળશે?
ઇન્ડિયા ટુડે અને C વોટરે સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણી પહેલા એક મોટો સર્વે હાથ ધર્યો હતા જે જહારે કરવામાં આવ્યો છે. લગભગ દોઢ મહિનાથી ચાલતા આ સર્વમાં દોઢ લાખ લોકોને સામેલ કરવમાં આવ્યા હતા અને તેમાંચથી 35000ને સીધા સવાલ પુછવામાં આવ્યા હતા.
આ સર્વેમાં બતાવવમાં આવ્યું છેકે લોકસભા 2024ની ચૂંટણીમાં ફરી એકવાર એટલે કે ત્રીજી વખત NDAની સરકાર બનશે. લોકસભાની 543 બેઠકોમાંથી ભાજપ અને સહયોગી પક્ષોને 313 બેઠકો મળશે, કોંગ્રેસ અને ગઠબંધનને 127 અને 64 બેઠકો અપક્ષ અથવા અન્ય પક્ષને ફાળે જશે.
ઉત્તર પ્રદેશની 80માંથી 70 બેઠકો ભાજપને,2 અપનાદળ, 7 સમાજવાદી પાર્ટી અને 1 કોંગ્રેસના ફાળે જઇ શકે છે. ઉત્તરાખંડમાં 5 બેઠકો છે અને બધી બેઠકો ભાજપ જીતી શકે. બિહારમાં 40 બેઠકોમાંથી ભાજપને 32, 7 RJD અને એક કોંગ્રેસને મળી શકે છે.
જો કે દક્ષિણના 5 રાજ્યોમાં ભાજપને મુશ્કેલી પડી શકે છે. આંધ્ર પ્રદેશ, કેરળ, તમિલનાડુમાં ભાજપને એક પણ બેઠક નહીં, કર્ણાટકમાં કુલ 28 બેઠકોમાંથી ભાજપને 24 બેઠકો મળી શકે છે.
જો કે, ભાજપે આ વખતે નારા તૈયાર કર્યો છે કે અબ કી બાર 400 કે પાર.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp