સૌરાષ્ટ્રમાં જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે ચાલી રહ્યું છે કોલ્ડ વોર

PC: bombaysamachar.com

સૌરાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ નેતા જયેશ રાદડીયા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે. 11 જુલાઇને ગુરુવારે, નરેશ પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પટેલે મીડિયા સમક્ષ જયેશ રાદડીયાના નિવેદનનો જવાબ આપ્યો હતો.

જયેશ રાદડીયાએ ઇફકોની ચૂંટણી જીત્યા પછી 11મેના દિવસે નિવેદન આપ્યું હતું કે, સામાજિક સંસ્થાઓએ રાજકારણમાં ન પડવું જોઇએ. સાથે રાદડીયાએ કહ્યું હતું કે, મારે સામાજિક સંસ્થાઓના વડાને કહેવું છે કે, જો તમારે રાજકારણ જ કરવું હોય તો ખુલીને રાજનીતિમાં આવો.રાદડીયાનું નિશાન નરેશ પટેલ સામે હતું.

નરેશ પટેલે જવાબ આપ્યો તે, રાજકીય રીતે જો એક્ટિવ ન રહીએ તો સમાજના કામ જ ન થાય. બદનામીને કારણે ખોડલધામ ડીસ્ટર્બ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp