લોકસભા પહેલા તોડફોડ કરવા ભાજપે ટીમ-8 બનાવી, ગુજરાતના એક નેતા સામેલ

PC: indianexpress.com

ભાજપમાં દિલ્હી કાર્યાલયમાં મંગળવારે જે પી નડ્ડાના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી, જેમાં મિશન-2024 વિશે ચર્ચા કરવામાં આવી હતી. જાણવા મળેલી માહિતી મુજબ ભાજપે આ બેઠકમાં ટીમ-8ની રચના કરી છે જે દેશના વિપક્ષ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, JDU જેવી પાર્ટીઓના મજબુત નેતાઓને તોડીને ભાજપમાં લાવવાનું કામ કરશે.

આ ટીમમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ગ યાદવ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસવા સરમા, મહાસચિન વિનોદ તાયડે, તરુણ ચુગ, સુનીલ બસંલ અને ગુજરાતના નેતા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના નામ સામેલ છે.

મનસુખ માંડવિયાનું નામ સામેલ કરવા પાછળનું લોજિક એ છે કે ગુજરાતના સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મજબુત છે અને દરેક ચૂંટણી વખતે મનસુખ માંડવિયાની ગુજરાત મુલાકાત વધી જાય છે.

ભાજપનું ઓપરેશન લોટસ જાણીતું છે અને હવે લોકસભા પહેલા મોટું ઓપરેશન જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp