કેજરીવાલે રાજીનામુ ન આપ્યું તો શું દિલ્હીમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન? શું છે અટકળો

PC: financialexpress.com

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તથાકથિત આબકારીનીતિ કૌભાંડમાં ધરપકડ બદ 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ દરમિયાન સૌથી મોટો સવાલ એ છે કે, કેજરીવાલ મુખ્યમંત્રી પદ પર રહેશે કે પદ છોડવાનો નિર્ણય લેશે? કોર્ટમાં ઉપસ્થિતિના દિવસે એક ઇન્ટરવ્યૂમાં પોતે કેજરીવાલે કહ્યું કે, તેઓ મુખ્યમંત્રી બન્યા રહેશે અને જેલથી જ સરકાર ચલાવશે, પરંતુ શું હકીકતમાં એવું સંભવ છે? શું જેલથી સરકાર ચલાવી શકાય છે? શું કેજરીવાલના આ પગલાંને એક્સપર્ટ મુશ્કેલ માની રહ્યા છે? શું દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન પર પણ વિચાર થઈ શકે છે? આવો જાણીએ.

શું છે કાયદાનું પ્રાવધાન:

એક મંત્રી કે મુખ્યમંત્રીની ધરપકડ થયા બાદ પદ છોડવું પડશે કે નહીં, તેનો ઉલ્લેખ સંવિધાનમાં કરવામાં આવ્યો નથી. અહી એ જરૂરી છે કે, 2 કે તેનાથી વધુ વર્ષની સજા થવા પર સદનની સભ્યતા જતી રહે છે, પરંતુ કેજરીવાલની અત્યારે ધરપકડ કરવામાં આવી છે, તેમના પર માત્ર આરોપ લાગ્યા છે. અત્યારે તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થવી, કેસ ચાલવો અને કોર્ટનો નિર્ણય આવવામાં લાંબો સમય છે.

કોર્ટના નિર્ણય સુધી તેમને મુખ્યમંત્રી પદ પર બન્યા રહેતા કોઈ સંવૈધાનિક પ્રાધાવાન રોકતું નથી. એ જરૂર છે કે તેઓ પહેલા એવા મુખ્યમંત્રી છે, જેમણે ધરપકડ અગાઉ પોતાનું પદ છોડ્યું નથી. લાલુ યાદવથી હેમંત સોરેન સુધી ઓછામાં ઓછા 4 મુખ્યમંત્રી અત્યાર સુધી અલગ અલગ કેસોમાં જેલ જઇ ચૂક્યા છે, પરંતુ આ બધાએ ધરપકડ અગાઉ પોતાનું પદ છોડી દીધું હતું. કેજરીવાલ મુખ્યમંત્રી રહેતાઆ જેલ જનારા પહેલા નેતા છે.

મુખ્યમંત્રી બન્યા રહેવામાં શું પરેશાની?

કેજરીવાલની જેલથી સરકાર ચલાવવાની ઇચ્છાને સંવિધાનના કેટલાક જાણકાર અવ્યવહારિક માને છે. તેમનું કહેવું છે કે, ભલે તેમાં કાયદાકીય અડચણ ન હોય, પરંતુ હકીકતમાં જેલથી સરકાર ચલાવવી ખૂબ મુશ્કેલ છે. પૂર્વ લોકસભા મહાસચિવ અને સંવિધાનના જાણકાર P.D.T. આચાર્યએ જણાવ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે, આમ આદમી પાર્ટી પાસે સદનમાં પ્રચંડ બહુમત છે અને સદનમાં વિશ્વાસ તેમનામાં કાયમ છે, જે મુખ્યમંત્રીના રૂપમાં કેજરીવાલની સ્થિતિ મજબૂત કરે છે, પરંતુ જેલ પોતાના નિયમોથી ચાલે છે, એટલે જેલમાં કેબિનેટ મીટિંગ કરવી, અધિકારીઓને મળવું અને ફાઈલો જોવી પ્રેક્ટિકલ નથી.

વધુ એક એક્સપર્ટ S.N. સહુ પણ આ પ્રકારની દલીલો આપે છે. તેમણે કહ્યું કે, કાયદાકીય રૂપે તેઓ મુખ્યમંત્રી બન્યા રહી શકે છે, પરંતુ જેલ તો જેલના નિયમોથી જ ચાલે છે. જેલમાં તમને લોકોને મળવાની મંજૂરી હોતી નથી તો તેઓ કેવી રીતે સરકાર ચલાવશે? તેમણે જયલલિતા, બી.એસ. એદિયુરપ્પા, હેમંત સોરેન અને લાલુ યાદવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બધાએ પોતાની ધરપકડ અગાઉ પોતાનું પદ છોડી દીધું અને એવું કરવું યોગ્ય છે. તેઓ એમ પણ કહે છે કે સરાકરી કર્મચારીઓને જેલ થવા પર તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે.

AAP શું ઈચ્છે છે?

આમ આદમી પાર્ટીનું માનવું છે જેલથી સરકાર ચલાવવી સંભવ છે. કેજરીવાલની ધરપકડ બાદ તેઓ મુખ્યમંત્રી બન્યા રહેશે તેવી જાહેરાત કરતા મંત્રી આતિશીએ કહ્યું કે, જરૂરિયાત પડવા પર કોર્ટ પાસે તેની મંજૂરી લઈ શકાય છે. તેમણે એ પણ જણાવ્યું કે, કેજરીવાલને કોઈ એવી ઇમારતમાં અલગથી રાખી શકાય છે, જેને જેલ જાહેર કરી દેવામાં આવે અને ત્યાં રહીને પોતાનું કામકાજ પણ જોઈ શકે છે. તેમણે તેના માટે સહારા ગ્રુપના પ્રમુખ સુબ્રત રાયનું પણ ઉદાહરણ આપ્યું. જો કે, એ કોર્ટ અને ઉપરાજ્યપાલના નિર્ણય પર નિર્ભર કરે છે.

શું રાષ્ટ્રપતિ શાસન પર પણ થઈ શકે છે વિચાર?

કેટલાક એક્સપર્ટ એવું પણ માને છે કે, જો કેજરીવાલ મુખ્યમંત્રી પદ પર બન્યા રહેવા પર જિદ્દ કરે છે તો એ તેમના અને દિલ્હી માટે ખૂબ જટિલતાઓ ઉત્પન્ન કરી શકે છે. તેમનું માનવું છે કે, દિલ્હી દેશની રાજધાની છે એટલે અહી પ્રશાસનમાં કોઈ પ્રકારની રૂકાવટથી ઘણા સંકટ ઉત્પન્ન થઈ શકે છે. આ જ કારણ છે કે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનની અટકળો પણ લગાવવામાં આવી રહી છે.

જાણકારોનું માનવું છે કે જો ઉપરાજ્યપાલ એ જુએ છે કે દિલ્હીમાં શાસન પ્રશાસનમાં રૂકાવટ આવી ગઈ છે તો તેઓ રાષ્ટ્રપતિ શાસનની પણ ભલામણ કરી શકે છે. એક રિપોર્ટ મુજબ પૂર્વ વિધાનસભા સચિવ એસ.કે. શર્માએ કહ્યું કે, સંવૈધાનિક સંકટની સ્થિતિમાં એક વર્ષ માટે રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાય છે. તેને 2 વખત 1-1 વર્ષ માટે વધારી શકાય છે. જો કે, રાજનીતિક હિસાબે એ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર તેને પોતાના માટે લાભકારી નહીં માને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp