કેજરીવાલની પાર્ટીને આ વર્ષે મળ્યું 37 કરોડનું ડોનેશન, એક વ્યક્તિ રોજ આપતો 30 રૂ.

PC: moneycontrol.com

આમ આદમી પાર્ટી (AAP)ને આ વર્ષે 37 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે. એક એવા વ્યક્તિનું નામ સામે આવ્યું છે જેણે આખા વર્ષમાં રોજ આમ આદમી પાર્ટીને 30-30 રૂપિયાનું ડોનેશન આપ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગત નાણાકીય વર્ષમાં પોતાની પાર્ટીને 1.2 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટીને અહમદ અહસન અબ્બાસ નામના એક વ્યક્તિએ 365 વખત કે સંભવતઃ વર્ષમાં રોજ 30-30 રૂપિયાનું દાન કર્યું.

નાણાકીય વર્ષ 2022-23 માટે ડોનેશનને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પંચમાં દાખલ રિપોર્ટ મુજબ, હૈદરાબાદના રહેવાસી અબ્બાસે 30-30 રૂપિયા કરીને 10,950 રૂપિયા દાન આપવા સિવાય 14 વખત એક એક હજાર રૂપિયા અને એક વખત 2,887 રૂપિયાનું પણ યોગદાન આપ્યું. નાણાકીય વર્ષ 2022-23માં આમ આદમી પાર્ટીને કુલ 37.10 કરોડ રૂપિયા દાનમાં મળ્યા, જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં પાર્ટીને 38 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું. પ્રૂડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે વર્ષ 2022-23માં આમ આદમી પાર્ટીને કુલ 90 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. પાર્ટીને દાન આપનારું આ એકમાત્ર ચૂંટણી ટ્રસ્ટ હતું. અગાઉ આમ આદમી પાર્ટીને અલગ-અલગ ટ્રસ્ટો પાસેથી કરોડો રૂપિયાનું ડોનેશન મળ્યું હતું.

આમ આદમી પાર્ટીને આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો હતો. પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મનીષ સિસોદિયાએ 5-5 હજાર રૂપિયા કરીને 11 હપ્તાઓમાં કુલ 55 હજાર રૂપિયાનું ડોનેશન આપ્યું. દિલ્હી સરકારમાં મંત્રી આતિષીએ ઘણા હપ્તાઓમાં પાર્ટીને 38 હજાર 500 રૂપિયાનું ડોનેશન આપ્યું છે. આમ આદમી પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા સભ્ય અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહે 21-21 હજાર રૂપિયાના 11 હપ્તામાં કુલ 2.31 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું. પાર્ટીના રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ડાએ કુલ 55 હજાર રૂપિયાનું ડોનેશન પાર્ટીને આપ્યું છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (ADR)ના રિપોર્ટ મુજબ, આમ આદમી પાર્ટીને 2,619 ડોનેશનથી 38.243 કરોડ રૂપિયા મળવાની જાહેરાત કરી હતી. આ આંકડો નાણાકીય વર્ષ 2021-22નો છે, જ્યારે આમ આદમી પાર્ટી ક્ષેત્રીય પાર્ટી રહેતી હતી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ 10 એપ્રિલ 2023ના રોજ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો છે. ADRના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીને 20 હજાર રૂપિયાથી વધુના કુલ દાનનું લગભગ 4.78 ટકા કે 1.828 કરોડ રૂપિયા વિદેશથી મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp