ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિરેવિખર થઇ રહી છે

સુરત મહાનગર પાલિકામાં 2021માં જ્યારે ચૂંટણી થઇ ત્યારે પહેલીજ વાર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો ચૂંટણી જીત્યા હતા. આ આમ આદમી પાર્ટીની એક મોટી સિદ્ધિ હતી. એ પછી ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ખાસ્સું જોર લગાવ્યું હતું અને અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ ગુજરાતની સભા ગજવતા, કેજરીવાલે અનેક ગેરંટી પણ આપી હતી. તે વખતે એવું લાગતું હતું કે, AAP ગુજરાતમાં બીજા નંબરની મોટી પાર્ટી બની જશે. AAPના 5 ધારાસભ્યો ચૂંટાયા પણ ખરા.

પરંતુ ધીમે ધીમે AAPનો જાદુ ઓસરતો જતો દેખાઇ રહ્યો છે.AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું. ઇસુદાન ગઢવી જેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે, તેમણે હવે ફરી પત્રકારત્વ શરૂ કર્યું છે. મતલબ કે ફુલટાઇમ રાજકારણ નહીં કરે. ગોપાલ ઇટાલિયાએ વકાલાત શરૂ કરી દીધી છે. ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. એટલે AAPનો ફુગ્ગો ફુટી રહ્યો હોય તેવું દેખાઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp