AAPની માન્યતા પર પણ જોખમ, કેજરીવાલ પર એક્શનમાં EDએ એવું શું કરી દીધું

PC: opindia.com

તથા કથિત આબકારીનીતિ કૌભાંડે મનીષ સિસોદિયા, સંજય સિંહ બાદ, ન માત્ર અરવિંદ કેજરીવાલને મુશ્કેલીમાં નાખી દીધા છે, પરંતુ આમ આદમી પાર્ટી (AAP) સંકટમાં ઘેરાઈ ગઈ છે. તથા કથિત આબકારીનીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગમાં દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આમ આદમી પાર્ટીની તુલના એક કંપની સાથે કરી છે, તો રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને તેના ડિરેક્ટર/CEO બતાવ્યા છે. EDએ શુક્રવારે કેજરીવાલની રિમાન્ડ માગતા સ્પેશિયલ કોર્ટમાં કહ્યું કે, આ રીતે આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલ માટે મની લોન્ડ્રિંગનો ગુનો કર્યો અને એટલે પ્રીવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA)ની કલમ 70 હેઠળ કેસ બને છે.

PMLAની આ કલમ કંપનીઓ સાથે સંબંધિત કેસોમાં લગાવવામાં આવે છે. એજન્સીનું કહેવું છે કે, કંપનીનો અર્થ કોઈ કોર્પોરેટ, ફર્મ કે એવા કોઈ પણ વ્યક્તિઓવાળા સમૂહવાળા સંગઠન સાથે છે. EDએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીની મોટી ગતિવિધિઓને નિયંત્રિત કરે છે. તેઓ સંસ્થાપક સભ્ય છે અને નીતિ નિર્માણમાં સામેલ છે. તેઓ લાંચની માગમાં પણ સામેલ છે. PMLA હેઠળ ગુનાના સમયે કંપની જે આમ આદમી પાર્ટી છે, તેના પ્રભારી અને કામકાજ માટે જવાબદાર હતા.

એજન્સીનું કહેવું છે કે, આબકારીનીતિ કૌભાંડથી મળેલી રકમનો ઉપયોગ પાર્ટીની ગોવા વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે કહેવામાં આવ્યું. એજન્સીએ દાવો કર્યો કે, 45 કરોડ રૂપિયા હવાલાના માધ્યમથી ગોવામાં પ્રચાર માટે મોકલ્યા હતા. એજન્સીનું કહેવું છે કે આ પ્રકારે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી બંને પર PMLAની કલમ 70 હેઠળ કેસ બને છે. એ પહેલી વખત છે, જ્યારે PMLA કેસમાં કોઈ રાજનીતિક પાર્ટીને સામેલ બતાવવામાં આવ્યા છે. જાણકારોનું કહેવું છે કે, EDના તાજા વલણથી આમ આદમી પાર્ટી માટે એક મોટું સંકટ ઉત્પન્ન થઈ શકે છે.

પાર્ટીની ઓફિસને જપ્ત કરી શકાય છે. જો ED તરફથી લગાવવામાં આવેલા આરોપ સાચા સાબિત થાય છે તો ચૂંટણી પંચ તરફથી પાર્ટીની માન્યતા રદ્દ કરી શકાય છે. જો કે, અત્યારે EDએ આમ આદમી પાર્ટી વિરુદ્ધ કેસ નોંધ્યો નથી. પાર્ટીના ભવિષ્યનો નિર્ણય આવનાર સમયમાં કોર્ટના નિર્ણયો પર નિર્ભર કરશે. ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ જેલથી જ સરકાર ચલાવાની જાહેરાત કરી ચૂક્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલથી પહેલો નિર્ણય પણ લીધો છે. તેમણે એક નોટના માધ્યમથી દિલ્હી સરકારના જળ વિભાગને લઈને એક આદેશ જાહેર કર્યો છે.

આ પહેલી વખત છે જ્યારે પદ પર રહેતા કોઈ મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી અને પોતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ વાતની જાહેરાત કરી ચૂક્યા છે. જો કે, ઘણા સંવિધાન વિશેષજ્ઞ એ જાહેરાતની વ્યવહારિકતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, એક મુખ્યમંત્રીએ રોજ ઘણા લોકોને મળવાનું હોય છે, અધિકારીઓ સાથે અને કેબિનેટની બેઠક લેવાની હોય છે. ડઝનો ફાઈલો જોવાની હોય છે તેના પર હસ્તાક્ષર કરવાના હોય છે, પરંતુ જેલમાં દરેક કેદીને જેલ મેન્યૂઅલનું પાલન કરવાનું હોય છે અને તેનાથી કંઇ પણ અલગ કરવા માટે કોર્ટ પાસે મંજૂરી લેવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp