કેજરીવાલે આપ્યો કોંગ્રેસને મોટો ઝટકો, આ રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડશે AAP

PC: ndtv.com

લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સતત પંજાબના પ્રવાસે છે. રાજ્યમાં તેમના પ્રવાસ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે વિવિધ સરકારી યોજનાઓનું લોકાર્પણ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના બંને મુખ્યમંત્રીઓ પણ મતોના રૂપમાં મતદારો પાસેથી ‘આશીર્વાદ’ માંગી રહ્યા છે. દરમિયાન, તેમણે એ પણ જાહેરાત કરી છે કે પાર્ટી રાજ્યની તમામ બેઠકો પર પોતાના જ ઉમેદવારો ઉભા કરશે.

શનિવારે પંજાબના ખન્નામાં પોતાના ભાષણ દરમિયાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે આગામી 15 દિવસમાં આમ આદમી પાર્ટી પંજાબની 13 અને ચંદીગઢની એક લોકસભા સીટ સહિત 14 લોકસભા સીટો માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરશે.

અરવિંદ કેજરીવાલે પંજાબની સભામાં ઉપસ્થિત મેદનીને કહ્યું કે, બે વર્ષ પહેલા તમે અમને ખૂબ 'આશીર્વાદ' આપ્યા હતા અને પંજાબમાં 117માંથી 92 સીટો પર જીત અપાવી હતી.આજે હું તમારી પાસેથી હાથ જોડીને બીજો આશીર્વાદ માંગવા આવ્યો છું. 2 મહિના પછી લોકસભાની ચૂંટણી છે. લોકસભા ચૂંટણી માટે પંજાબમાં 13 અને ચંદીગઢમાં એક સીટ છે. આગામી 15 દિવસમાં આમ આદમી પાર્ટી આ 14 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે.

કેજરીવાલે કહ્યું કે જે રીતે તમે પંજાબ વિધાનસભાની 92 સીટ પર જીત અપાવી હતી તેવી જ રીતે પંજાબ અને ચંદીગઢની 14 લોકસભા બેઠકો પર જીત અપાવજો. તમે અમારા હાથ જેટલા મજબુત કરશો તેટલી તાકાતથી અમે કામ કરીશું, આખી જિંદગી તમારી સેવા કરીશું.

કેજરીવાલની જાહેરાત પથી INDIA ગઠબંધન હેઠળ પંજાબ માટે સીટ વહેંચણી અંગેની ચર્ચા હવે સમાપ્ત થઈ ગઈ છે. હાલમાં જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે સીટ વહેંચણી અંગેની બેઠક દરમિયાન પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એકમોએ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે, જેનો નિર્ણય કોંગ્રેસ દ્વારા લેવામાં આવ્યો હતો. સીટ શેરિંગ કમિટીએ પણ લીલી ઝંડી આપી દીધી છે

એક પછી એક રાજ્યમાં INDIA ગઠબંધન માટે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. વિપક્ષી પાર્ટીઓનું આ ગઠબંધન આગામી લોકસભા ચૂંટણી માટે વિખૂટા પડી ગયું છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જિ, બિહારમાં નીતીશ કુમાર અને ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યા છે. સમાજવાદી પાર્ટીએ પણ ઉત્તર પ્રદેશમાં 16 સીટોની જાહેરાત કરી છે. જો કે કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે આ ઈન્ડિયા એલાયન્સની યાદી નથી અને ગઠબંધનની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. RLDના જયંત ચૌધરી પણ INDIA ગઠબંધન તોડવાની તૈયારીમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp